પોલીસમાં માનવતાની લાગણી નથી હોતી એવો આક્ષેપ અવારનવાર કરવામાં આવતો હોય છે ખાખી વરદી પહેરેલા પોલીસની ઇમેજ સામાન્ય રીતે કડક હોય છે. જોકે ખાખી વરદીની પાછળ માનવતાવાળો ચહેરો પણ છુપાયેલો હોય છે પોલીસ અધિકારીઓ અને કર્મીઓ અનેક વાર જરૂરિયાતમંદ લોકોનો પરિવાર બની હૂંફ પણ આપી રહ્યા છે અમદાવાદ નરોડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મીને અકસ્માતમાં ગંભીર ઈજાઓ થતા ખાનગી હોસ્પિટલમાં સારવાર ખર્ચ માટે પીઆઇ અને સ્ટાફે બે લાખ રૂપિયાની પરિવારને મદદ કરી માનવતા મહેકાવી હતી
અમદાવાદ નરોડા પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સટેબલ તરીકે ફરજ બજાવતા હેમંતભાઈ શકરાભાઈ પરમાર ફરજ પુરી કરી ઘરે પરત ફરતા રિંગ રોડ પર અકસ્માત નડતા પોલીસકર્મીના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા પોલીસકર્મી ની સારવારનો ખર્ચ બે લાખ રૂપિયા કરતા વધુ ખર્ચ થતા પરિવારજનો ચિંતામાં મુકાઈ ગયા હતા આર્થિક ખર્ચ પહોંચી વળવા તણાવભરી સ્થિતિમાં હોવાની જાણ PI એસ.જે.ભાટિયાને થતા તાબડતોડ પોલીસકર્મી ને નાણાકીય મદદ કરવાની પહેલ કરતા પોલીસ સ્ટેશનના અન્ય કર્મીઓ પણ પોલીસ પરિવાર બની બે લાખ રૂપિયાથી વધુની રકમ એકઠી કરી સારવાર લઈ રહેલા પોલીસકર્મીના પરિવાર સાથે રાખી ખાનગી હોસ્પિટલ નું બિલ બે લાખ રૂપિયા ચૂકવી આપ્યા હતા અને પોલીસકર્મીને જરૂર મુજબની મદદ કરવા પરિવારને હૈયાધારણા આપતા ઈજાગ્રસ્ત કર્મી અને તેના પરિવારજનો માટે નરોડા પીઆઈ અને પોલીસ સ્ટાફ દેવદૂત સમાન બની રહ્યો છે ગંભીર ઈજાગ્રસ્ત કોન્સટેબલના પરિવારજનોની આંખો માંથી આંસુ સરી પડ્યા હતા અને નરોડા પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો