અરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસતંત્ર પ્રોહીબીશનની કામગીરી માટે સતત દોડાદોડી કરી રહી છે જીલ્લામાં દેશી દારૂની સાથે વિદેશી દારૂની ડિમાન્ડ માં વધારો થયો છે યુવાવર્ગ વિદેશી દારૂના નશાના ખપ્પરમાં હોમાઈ રહ્યો છે ઇસરી પોલીસે ઓઢા ગામ નજીક રાજસ્થાનના ઠેકા પરથી બાઈક પર વિદેશી દારૂની ખેપ મારતા દધાલિયા ગામના બે લવરમુછિયા બુટલેગરને દબોચી લઇ 46 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
ઇસરી પોલીસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથધરતા રાજસ્થાન તરફથી બાઈક પર વિદેશી દારૂ ભરી બે યુવકો ઓઢા તરફ આવી રહ્યા હોવાની બાતમી મળતા પોલીસે ઓઢા નજીક વોચ ગોઠવી બાતમી આધારિત બાઈકને અટકાવી તલાસી લેતા થેલામાંથી વિદેશી દારૂના ક્વાંટરીયા અને બિયર ટીન નંગ-144 કીં.રૂ.26400/- નો જથ્થો જપ્ત કરી મોડાસા તાલુકાના દધાલિયા ગામના અશ્વિન બકા રાવળ અને મંગળ શના રાવળ નામના બે લવરમુછિયા બુટલેગરોની ધરપકડ કરી વિદેશી દારૂ,બાઈક મળી રૂ.46 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી બંને વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા