asd
28 C
Ahmedabad
Sunday, September 8, 2024

અરવલ્લી : વરસાદમાં મોટરની સ્વીચ ચાલુ કરવા જતા 26 વર્ષીય ગૃહિણીને કરંટ લાગતા મોત,પરિવારના મહિલાને બચાવવા અથાગ પ્રયત્ન


 

Advertisement

અરવલ્લી જીલ્લામાં ચોમાસાની ઋતુમાં વીજ કરંટ લાગવાની અને જાનહાની થવાની પણ અનેક ઘટનાઓ દર વર્ષે નોંધાતી હોય છે મેઘરજના કુણોલ લાલપુર ગામમાં 26 વર્ષીય મહિલા વરસતા વરસાદમાં પાણી ભરવા મોટરની સ્વીચ ચાલુ કરવા જતા વીજકરંટનો ઝાટકો લાગતા નીચે પટકાતા પ્રાણપંખેરું ઉડી ગયું હતું મહિલાને વીજકરંટ લાગતા પરિવારજનો સારવાર અર્થે મેઘરજ હોસ્પિટલમાં અને મોડાસા ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા જો કે તબીબોએ મૃત જાહેર કરતા પરિવાર આઘાતમાં સરી પડ્યો હતો

Advertisement

મેઘરજ તાલુકાના કુણોલ લાલપુર ગામમાં રહેતા અંજુબા (ઉં.વર્ષ 26) ગુરુવારે સાંજના સુમારે વરસતા વરસાદમાં પાણી ભરવા માટે મોટરની સ્વીચ ચાલુ કરવા જતા વીજ કરંટના ઝટકાથી મહિલા નીચે પટકાતા પરિવારજનો અને આજુબાજુમાંથી લોકો દોડી આવ્યા હતા અને તાબડતોડ મહિલાને સારવાર અર્થે મેઘરજ અને ત્યારબાદ મોડાસાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડતા તબીબે મૃત જાહેર કરતા પરિવારજનોએ રોકોકકળ કરી મુકતા વાતાવરણમાં ગમગીની છવાઈ હતી વીજકરંટ મહિલાને ભરખી જતા પોલીસને જાણ કરતા પંચનામું કરી મૃતકની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!