અરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસતંત્ર પ્રોહીબીશનની કામગીરી માટે દોડાદોડી કરી રહી છે બુટલેગરો વિદેશી દારૂ ઠાલવવા નિતનવા નુસ્ખા અપનાવી રહ્યા છે જીલ્લા એલસીબી પોલીસે ગાજણકંપા નજીક લકઝરી બસમાંથી વિદેશી દારૂ કટીંગ કરી સ્વીફ્ટ કારમાં ખેપ મારતા બે બુટલેગરોને દબોચી લઇ 39 બોટલ દારૂ જપ્ત કરી ફરાર અન્ય એક બુટલેગરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 6 કલાકના ટૂંકા ગળામાં સ્ટેટ મોનેટરીંગ સેલ અને જીલ્લા એલસીબી પોલીસે વિદેશી દારૂની બે ખેપ પર બ્રેક મારતા રૂરલ પોલીસ સ્ટેશનની કામગીરી સામે અનેક પ્રશ્નાર્થ પેદા થયા છે
અરવલ્લી જીલ્લા પોલીસતંત્રએ બુટલેગરો પર તવાઈ બોલાવતાં અને પોલીસ તેમજ બાતમીદારોની આંખોમાં ધૂળ નાખવા બુટલેગર્સ નિતનવા નુસ્ખા અપનાવી રહ્યા છે એલસીબી પીઆઈ કે.ડી.ગોહિલ અને તેમની ટીમે મોડાસા- શામળાજી હાઇવે પર પેટ્રોલિંગ હાથધરતાં ગાજણ કંપા નજીક લકઝરી બસમાંથી વિદેશી દારૂ ઉતારી સ્વીફ્ટ કારમાં ભરતા હોવાની બાતમી મળતા એલસીબી પોલિસ તાબડતોડ ગાજણ કંપા નજીક બાતમી આધારીત સ્થળ પર ત્રાટકતા સ્વીફ્ટ કારમાં રહેલા ત્રણે બુટલેગરો કાર સ્થળ પર મૂકી ફરાર થતા પોલીસે પીછો કરી રાજસ્થાન ઉદેપુર પંથકના રામસિંહ ઉર્ફે પ્રકાશ ભવાનીસિંહ રાજપૂત અને કુશાલસિંહ કાલુસિંહ રાજપૂતને ઝડપી લીધા હતા પોલીસે સ્વીફ્ટ કારમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-39 કીં.રૂ.31200/- તેમજ કાર અને મોબાઇલ-2 મળી કુલ રૂ.3.41 લાખનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસ રેડ જોઈ અંધારામાં ફરાર પ્રવીણ ઉર્ફે પ્રિન્સ પટેલ (રહે,ઉદેપુર-રાજ) ને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા એલસીબી પોલીસે ત્રણે બુટલેગરો સામે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાવતા રૂરલ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે