અરવલ્લી જીલ્લાના ભિલોડાના ભાજપના ધારાસભ્ય પી.સી.બરંડાના વાકટીંબા ગામના મકાનમાં ગુરુવારની રાત્રે તેમની પત્નીને બંધક બનાવીને
બે બુકાનીધારક લૂંટારુએ 9 લાખના સોનાના દાગીના અને 40 હજાર રોકડાની લૂંટ કરી ફરાર થઇ જતા જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલ સહીત જીલ્લા પોલીસતંત્ર ઘટનાસ્થળ પર પહોંચ્યું હતું ડોગ સ્કોડ અને એફએસલની ટીમ પણ તપાસમાં જોતરાઈ હતી જોકે લૂંટારૂનો કોઈ અત્તોપતો લાગ્યો નથી જીલ્લા પોલીસતંત્ર લૂંટની ઘટનાનો ભેદ ઉકેલવા મથામણ કરી રહી છે ત્યારે લૂંટની ઘટનાની તપાસમાં સાબરકાંઠા પોલીસની એક ટીમ તપાસમાં જોતરાઈ છે
અરવલ્લી જીલ્લા SP શૈફાલી બારવાલે ભિલોડા ધારાસભ્ય પીસી બરંડાના ઘરે થયેલી લૂંટની ગંભીર ઘટનાના પગલે તેમના માર્ગદર્શન હેઠળ જીલ્લા એલસીબી, એસઓજી, પેરોલ ફર્લો, શામળાજી, ઇસરી અને ભિલોડા પોલીસની 6 થી વધુ ટિમો બનાવી છે જીલ્લા પોલીસતંત્રએ લૂંટારુને ઝડપી પાડવા ટેકનિકલ સર્વેલન્સ, હ્યુમન ઇન્ટેલિજન્સ, સીસીટીવી કેમેરા એનાલિસિસ, ટોલપ્લાઝા પર લાગેલ સીસીટીવી કેમેરા સહીત શંકાસ્પદ લોકોની પૂછપરછ હાથધરી છે અરવલ્લી જીલ્લા પોલીસતંત્રની મદદે સાબરકાંઠા પોલીસની એક ટીમ પણ લૂંટારુને ઝડપી પાડવા તપાસનો ધમધમાટ શરુ કર્યો છે અરવલ્લી જીલ્લા પોલીસની વિવિધ ટીમોએ સ્થાનિક સ્તરે તેમજ રાજસ્થાનના ઉદેપુર સુધી તપાસ હાથધરી છે જીલ્લા પોલીસતંત્રને લૂંટની ઘટનાને 40 કલાકથી વધુ સમય થવા આવ્યો છતાં આરોપીઓ અંગે કોઈ સગડ મળ્યા ન હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.