અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના ટોરડા ગામમાં એક ખેતર માલિકે તેના ખેતરને અડીને આવેલા રસ્તાને ગેકાયદેસર રીતે વાંઘા માંથી માટી ઉલેચી રસ્તો બંધ કરી દેતા અન્ય ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડતા ખેતર માલિકને રસ્તો ખુલ્લો કરવા વારંવાર રજુઆત છતાં રસ્તો બ્લોક કરી રાખતા ગ્રામજનોએ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી રસ્તો ખુલ્લો કરવાની માંગ કરી હતી
ભિલોડા તાલુકા વિકાસ અધિકારીને ટોરડા ગામના ગ્રામજનોએ આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે ટોરડા ગામના નરસિંહ ડાહ્યાભાઈ પટેલના ખેતરની સીમ સર્વે નંબર-581ને અડીને આવેલા રસ્તાને ટ્રેકટર જેવા વાહનથી રસ્તો તોડી નાખી પાળો બાવી દીધેલ છે તેમજ આ ઈસમ ધ્વારા વરસાદી પાણીના વહેણ (વાંધા)ને પણ નુકસાન કરી તેમાં માટીથી પાળો બનાવી દીધેલ છે. આ ટોરડા ગામના ઈસમ સામે તેના સર્વે નંબરની માપણી કરી વાંઘુ તેમજ રસ્તો ખુલ્લો કરી આપવાની માંગ કરી હતી દબાણકર્તા ખેડૂતના સર્વે નંબરની માપણી કરવાની માંગ કરી હતી તેમજ વાઘાં(પાણીના વહેણ) ને બંધ કરી દઈ રસ્તો બનાવતા ખેડૂતો અને ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ અંગે પાંચ મહિના અગાઉ તાલુકામાં વાંધા અરજી આપી હોવા છતાં તંત્ર દ્વારા રસ્તા પર ગેરકાયદેસર દબાણ કરી બંધ કરનાર ખેડૂત સામે કોઈ કાર્યવાહી કરવામાં ન આવી હોવાનો આક્ષેપ કર્યો હતો