અરવલ્લી જીલ્લાના બાયડ તાલુકાના લિંબ ગામે માજુમ નદીમાં 20 વર્ષીય યુવાન ડૂબતાં મોડાસા પાલિકાની રેસ્કયું ટીમ અને સ્થાનિક સરવૈયાઓની 48 કલાકની જહેમત બાદ અમૃતદેહ મળી આવેલ છે.
વધુ પ્રાપ્ત વિગતો મુજબ બાયડ તાલુકાના લિંબ ગામે માજુમ નદીમાં લીંબના મિત્રો નાહવા પડેલા જેમાંથી ધર્મેન્દ્રસિંહ કનુસિંહ પરમાર નદીમાં ડૂબવા લાગેલ ત્યારે મિત્રોએ બચાવવાની કોશિશ કરેલ પણ યુવાન પાણીમાં ગરકાવ થઈ જતાં મિત્રોએ ગામમાં જઈને જાણ કરતાં ગામમાંથી લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા સ્થાનિક તલાટી તૃપ્તિબેન શાહ તેમજ આંબલીયારા પોલીસ દ્વારા સ્થાનિક તરવૈયાઓ બોલાવીને યુવાનને શોધવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા પરંતુ મોડે સુધી કોઈ પત્તો ના લાગતાં સવારે મોડાસા પાલિકાની રેસ્ક્યુ ટીમ દ્વારા ઘટનાસ્થળે પહોંચી શોધ ખોળ હાથ ધરાઇ હતી
મોડાસા નગરપાલિકાની રેસ્ક્યુ ટીમ અને સ્થાનિક તરવૈયાઓની મદદથી 48 કલાકની ભારે શોધખોળ બાદ માજુમ નદીમાં ડૂબી ગયેલા 20 વર્ષિય યુવાન ધર્મેન્દ્રસિંહ કનુસિંહ પરમારનો મૃતદેહ શુક્રવારના રોજ મળી આવ્યો છે.