સમગ્ર ગુજરાત ભર ના યાત્રાળુઓ માઁ અંબા ના દર્શનાર્થે પગપાળા અંબાજી જઈ રહ્યા છે ત્યારે સતત 16 વર્ષ થી પગપાળા અંબાજી જતા દાહોદ જિલ્લાના લીમખેડા ના દિપોરામ સંઘ 151 ફૂટ નો તિરંગો અને 552 ગજ ની ધજા લઈ માલપુર આવી પહોંચતા ભવ્ય આતિશબાજી સાથે માં અંબા ના જયઘોષ થી દિપોરામ સંઘ પદયાત્રીઓ, તેમજ પ્રમુખ વિકાસસિંહ નું સ્વાગત કરવા માં આવ્યું હતું…સમગ્ર માલપુર માં 151 ગજ નો તિરંગો આકર્ષણ નું કેન્દ્ર બન્યો હતો.. સૌ પદયાત્રીઓ નું મોઢું મીઠું કરાવી સંઘ નું સ્વાગત કરવા સનાતન વર્લ્ડ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ હર્ષુ પંડયા, માલપુર તાલુકા પંચાયત પ્રમુખ ભાગ્યશ્રીબેન પંડયા, મયુર દરજી, બ્રહ્મસમાજ માલપુર પ્રમુખ રાજેશભાઇ ગોર, યુવા મોરચા પ્રમુખ કશ્યપ પટેલ, સચિન કડીયા તેમજ હિન્દૂ યુવા વાહીની ના કાર્યકરો, માલપુર ગ્રામજનો ની ઉપસ્થિતી માં કરવા માં આવ્યું હતું.. સૌ નગરજનો સ્વસ્થ અને તંદુરસ્ત રહે તેવી માઁ અંબા ને પ્રાર્થના કરી હતી…
151 ફૂટ તિરંગા, 552 ગજ ની ધજા સાથે નો દિપોરામ લીમખેડા સંઘ માલપુર આવી પહોંચતા ભવ્ય સ્વાગત..
Advertisement
Advertisement