ગુજરાતના માર્ગો પર લકઝરી બસ પલટી જવાની ઘટનાઓ સતત બની રહી છે અંબાજી-હિંમતનગર હાઈ-વે પર હડાદ પાસે લકઝરી બસ પલટી જતા 20 લોકોને ગંભીર ઈજા પહોંચી હોવાની ઘટનાના ગણતરીના કલાકોમાં અમદાવાદ-ઉદેપુર ને.હા.નં-8 પર શામળાજી નજીક વધુ એક લકઝરી બસ પલ્ટી ખાતા 17 મુસાફરો ઈજાગ્રસ્ત થતા પોલીસ તાબડતોડ સ્થળ પર પહોંચી ઇજાગ્રસ્તોને સારવાર અર્થે શામળાજી સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડતા 5 મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચતા વધુ સારવાર અર્થે હિંમતનગર ખસેડાયા હતા શામળાજી પોલીસે ક્રેનની મદદથી લકઝરી બસ હટાવી ટ્રાફિકજામ પુર્વરત કરાયો હતો
શામળાજીના અણસોલ નજીક અમદાવાદ થી કાનપુર જતી ખાનગી લકઝરી બસના ચાલકે અગમ્ય કારણોસર સ્ટિયરિંગ પરથી કાબુ ઘુમાવતા લકઝરી બસ ધડાકાભેર પલ્ટી જતા બસમાં બેઠેલાં મુસાફરોએ
ચિચિયારીઓ પાડી મૂકી હતી અકસ્માતના પગલે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા શામળાજી પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી લકઝરી બસમાં ફસાયેલ મુસાફરોને બહાર કાઢ્યા હતા અને સારવાર અર્થે શામળાજી રેફરલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા જેમાં 5 જેટલા મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચતા વધુ સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા સદ્નસીબે જાનહાની ટળતા અકસ્માતના સ્થળે દોડી આવેલા લોકોએ અને શામળાજી પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો રતનપુર ચેકપોસ્ટ નજીક બપોરે લકઝરી પલ્ટી જતા ને.હા.નં-8 એમ્બ્યુલન્સના સાયરનના અવાજથી ગુંજી ઉઠ્યો હતો અકસ્માતના પગલે અમદાવાદ-ઉદેપુર ને.હા.નં-8 પર ટ્રાફીકજામ સર્જાતા શામળાજી પોલીસે રોડ પરથી લકઝરી બસ દૂર કરી ટ્રાફિક પૂર્વરત કર્યો હતો