40 C
Ahmedabad
Monday, May 20, 2024

પંચમહાલ: ગોધરા શહેરમાં બનનારા ફલાયઓવર ખાતે બનનારા નવીન ફ્લાયઓવરનુ ઈ ખાતમુહુર્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરાયુ


ગોધરા,
પંચમહાલ જીલ્લાના ગોધરા શહેર ખાતે બનનારા નવીન ફ્લાયઓવરનુ ઈ ખાતમુહુર્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામા આવ્યુ હતુ.છોટાઉદેપુરના બોડેલી ખાતે યોજાયેલી સભાથી આ ફ્લાયઓવર બ્રીજનુ ઈ-ખાતમુર્હુત કરવામા આવ્યુ હતુ. આ કાર્યક્રમમા ગોધરાના ધારાસભ્ય સી.કે.રાઉલજી અને સાંસદ રતનસિંહ રાઠોડ સહિત ભાજપના આગેવાનો તેમજ શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

શહેરમા દિન પ્રતિદિન ટ્રાફિકની સમસ્યા વધી રહી છે ત્યારે ખાસ કરીને દાહોદ રોડ પર પણ આ પરિસ્થિતી થવા પામી છે. હાલમાં ભુરાવાવ વિસ્તારમાં ફલાય ઓવર બનાવાની કામગીરી ચાલી રહી છે. હવે ગોધરા –દાહોદ રોડ પર ફલાય ઓવર રોડ બનવાનો છે.બોડેલી ખાતે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનસભા સંબોધી હતી. ત્યારે વિવિધ વિકાસકામોના ખાતમુહુર્ત કરવામા આવ્યા હતા.જેમા ગોધરા શહેરના ધમધમતા દાહોદ રોડ પર ફલાય ઓવર બ્રિજનું ઈ ખાતમુર્હુત નરેન્દ્ર મોદી દ્વારા કરવામા આવ્યુ હતુ,જેને લઈને ગોધરા ખાતે પણ નાનકડો કાર્યક્રમ રાખવામા આવ્યો હતો.જેમા ગોધરા લાલબાગ ખાતેથી પ્રભાકોતર સુધી બનાનારા ફલાયઓવર બની રહ્યો છે. ગોધરા ધારાસભ્ય સીકે રાઉલજી અને સાંસદ રતનસિંહ રાઠોડ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા,નોધનીય છે કે આ ફ્લાયઓવર બનવાથી ગોધરા શહેરમા ટ્રાફિકનુ ઘણુ મોટુ ભારણ ઓછુ થશે.ત્યારે શહેરીજનો પણ આ બનનારા ફ્લાયઓવરથી ખુશમિજાજ જોવા મળી રહ્યા છે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!