ભિલોડા તાલુકાના શંકરપુરા મુકામે દક્ષિણ બારેશી આજણા ચૌધરી પટેલ સમાજ નું મહા સંમેલન સમાજના પ્રમુખ હીરાભાઈ વી.પટેલના અધ્યક્ષ પદે દબદબાભેર રીતે યોજાયુ હતું. મુખ્ય વક્તા પદે ખેડના ક્રાંતિકારી વિચારક નીરૂબેન પટેલ, મોંધરીના કાંતિલાલ એસ.પટેલ, રાજેન્દ્રનગરના સમાજના પૂર્વ પ્રમુખ કાનજીભાઈ પટેલે પ્રેરક ઉદબોધનો થકી સમાજના સુધારાઓ માટે હાકલ કરી હતી.મોંધરીના વતની કાંતિલાલ એસ .પટેલે ₹ ૧,૦૦,૦૦૦ = ૦૦ નું માતબર દાન સમાજ વાડીના વિકાસ માટે અર્પણ કર્યા હતા.આ પ્રસંગે વિવિધ ગામડાઓમાંથી ગામના આગેવાનોએ સમાજ અને યુવાનો ના વિકાસ માટે તેમજ સમાજના વિવિધ પ્રસંગોમાં ચાલતા રિવાજોમાં આમૂલ પરિવર્તન માટે સૂચનો કર્યા હતા.જેના અમલ માટે સૌએ કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.સમગ્ર કાર્યક્રમનું સફળ સુંદર સંચાલન પ્રોફેસર ડો. અરવિંદ એસ. પટેલ અને આભાર વિધિ દિલીપભાઈ પટેલે કરી હતી.ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત સમાજના સૌ સદગૃહસ્થોએ નવા નિયમોને અમલમાં મૂકી સંસ્કૃતિને અનુરૂપ અવસરો રંગે ચંગે સંપન્ન કરવા માટે કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.કચરાભાઈ બી.પટેલ, શામળભાઈ કે. પટેલ, અશોકભાઈ પટેલે કાર્યક્રમને સફળ બનાવવા માટે સુંદર સહયોગ પૂરો પાડ્યો હતો.