21 C
Ahmedabad
Tuesday, December 5, 2023

અરવલ્લી : LCBએ સગીરાનું અપહરણ કરનાર યુવકને રાજકોટ મેટોડા GIDCમાંથી ભોગ બનનાર સગીરા સાથે દબોચી લીધો


ગાંધીનગર રેન્જ આઈજી વિરેન્દ્રસિંહ યાદવ અને અરવલ્લી એસપી શૈફાલી બારવાલના આગમન પછી જીલ્લામાં પ્રોહિબિશનની શખ્ત કાર્યવાહી,ચોરી લૂંટના વણઉકેલ્યા ગુન્હાનોનો ઝડપથી ભેદ ઉકેલાઈ રહ્યો છે માલપુર તાલુકાના ઉભારણ ગામનો યુવક સાત મહિના અગાઉ સગીરાનું અપહરણ કરી ફરાર થઇ ગયો હતો જે અંગે માલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી સગીરાના પરિવારજનોએ હેબિયર્સ કોપર દાખલ કરતા પોલીસતંત્ર દોડતું થયું હતું છેલ્લા 7 મહિનાથી ફરાર આરોપીને જીલ્લા એલસીબીએ રાજકોટના મેટોડા જીઆઈડીસી વિસ્તારમાંથી ભોગ બનનાર સગીરા સાથે દબોચી લઈ નાગજી ઓડને જેલના સળિયા પાછળ ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

Advertisement

અરવલ્લી જીલ્લા એલસીબી પીઆઇ કે.ડી.ગોહિલ અને તેમની
ટીમને બાતમી મળી હતી કે 7 મહિના અગાઉ સગીરાનું અપહરણ કારી ભગાડી જનાર ઉભારણ ગામનો નાગજી રમેશ ઓડ ભોગ બનનાર સગીરા સાથે રાજકોટના મેટોડા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં રહે છે બાતમી મળતા તાબડતોડ જીલ્લા એલસીબી પોલીસ મેટોડા જીઆઇડીસી એરિયામાં છાપો મારી વિભાસન પેકેજીંગ કંપનીમાં નોકરી કરતા નાગજી ઓડને
ભોગ બનનાર સગીરા સાથે દબોચી લઈ કાયદેસરની કાર્યવાહીની તજવીજ હાથધરી આગળની તપાસ માટે માલપુર પોલીસને સુપ્રત કરી 7 મહિના અગાઉ માલપુર પોલીસ સ્ટેશને નોંધાયેલ સગીરાના અપહરણ અને પોસ્કો એક્ટ જેવા ગંભીર ગુન્હાનો ભેદ ઉકેલી દીધો હતો

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!