asd
26 C
Ahmedabad
Sunday, September 8, 2024

અરવલ્લીના મોડાસા નજીક ટ્રકમાં ભીષણ આગ, ગર્ભવતી મહિલા સહિત એક જ પરિવારના 3 લોકોના મોતથી માતમ છવાયો


મોડાસાના બામણવાડ નજીક વીજ વાયરને અડી જતાં ટ્રકમાં ભીષણ આગ લાગતા 3 લોકોના મોત
પતિ-પત્નિ અને એક બાળકના મોતથી પરિવારમાં માતમ છવાયો, 2 બાળકો માતા-પિતા વિહોણા બન્યા
ટ્રકમાં આગ લાગતા 150 જેટલા ઘેટાં-બકરાના મોત
લટકતાં વીજ વાયરથી વીજ તંત્ર સામે લોકોમાં ભારે રોષ

Advertisement

અરવલ્લી જિલ્લામાં સોમવારનો દિવસો ગોજારો સાહિત થયો, વહેલી સવારે મોડાસા તાલુકાના બામણવાડ નજીક ટ્રકમાં ભીષણ આગ લાગવાની ઘટના ઘટી હતી. રાજસ્થાનના મારવાડ પંથકમાંથી ઘેટાં-બકરા ભરેલી ટ્રક સાથે બે પરિવારો મોડાસા આવ્યો હતો, મોડાસા નજીક બામણવાડ ખાતે પહોંચી જ ગયા હતા, જ્યાં ટ્રક ખેતરમાં પ્રવેશ કરી રહ્યો હતો, તે સમય દરમિયાન ટ્રકનો ઉપરનો ભાગ વીજ વાયરને અડી જતાં આગ ભભૂકી ઉઠી હતી. ઘટનાને પગલે બૂમાબૂમ થવા લાગતા આસપાસના લોકો દોડી આવ્યા હતા, અને લોકોને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, જોકે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા એક પુરૂષ, 1 મહિલા અને 1 બાળકનું મોત થતા કરૂણ દ્રશ્યો સર્જાયા હતા.

Advertisement

Advertisement

રાજસ્થાનથી માલધારી સમાજના લોકો અરવલ્લી જિલ્લામાં પોતાના પશુઓ સાથે બે ટ્રક ભરીનો મોડાસા ખાતે આવ્યા હતા, જ્યાં ટીંટોઈ નજીક બામણવાડ ખાતે બંન્ને ટ્રક પહોંચી ગઈ હતી, જેમાં એક ટ્રક તો વીજ વાયર નીચેથી નિકળી ગઈ હતી, તો બીજી ટ્રક અચાનક વીજ વાયર સાથે અડી જતાં કરૂણ ઘટના સર્જાવા પામી હતી. પરિવારજનોના જણાવ્યા મુજબ જ્યારે ટ્રક વીજ વાયરને અડી ગઈ ત્યારે અચાનક આગ લાગવાની જાણ થઈ, એટલું જ નહીં અબોલા પશુઓનો અવાજ અને ટ્રકમાં સવાર લોકોની બૂમો સંભળાતા સ્વજનો તેમજ આસપાસના લોકો દોડી આવ્યા હતા, જેમાંથી 2 બાળકોને સ્થાનિકોએ બહાર કાઢી લીધા હતા, તો કેટલાક પશુઓને પણ બચાવવામાં સફળતા મળી હતી, પણ અચાનક ટ્રકના ટાયરો ફૂટવાના શરૂ થયા અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા 3 લોકો તેમજ 150 જેટલા ઘેટાં બકરાને બચાવી શકાયા નહીં, જેમના કરૂણ મોતથી સમગ્ર પંથકમાં એક શોકનું મોજુ ફરી મળ્યું હતું.

Advertisement

સોમવારના દિવસે વહેલી સવારની આ ઘટનાની જાણ થતાં મોડાસા નગર પાલિકા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મળવ્યો હતો. ઘટનાને પગલે પોલિસની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. સમગ્ર ઘટનાને લઇને લોકોનો વીજ તંત્ર પર રોષ જોવા મળ્યો હતો. આ સમગ્ર ઘટનાને લઇને આસપાસના વિસ્તારોમાં નીચે લટકતા વીજ વાયરોથી હવે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!