અરવલ્લી જીલ્લા SP શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસતંત્ર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવાની સાથે પ્રજાજનોના જાન-માલની સુરક્ષા માટે કાર્યશીલ છે મોડાસા ટાઉન પોલીસે નવરાત્રી, દિવાળીનાં તહેવારો કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને પ્રજાજનોની સુરક્ષા જળવાઈ રહે તે માટે મેગાસિટીની જેમ નવતર અભિગમ અપનાવી રીક્ષામાં મુસાફરી કરતા મુસાફરો સહેલાઈથી વાંચી શકે તે રીતે વાહન ચાલકની સીટનાં પાછળનાં ભાગે રીક્ષા અંગેની સંપૂર્ણ માહિતી અને ટાઉન પોલીસ સ્ટેશન નંબર અને જીલ્લા હેલ્પલાઈન નંબરના સ્ટીકર લગાવ્યા હતા રીક્ષા ચાલકો અને મુસાફરોએ પોલીસની અનોખી પહેલને આવકારી હતી
મોડાસા ટાઉન પીઆઇ ડી.કે.વાઘેલા અને તેમની ટીમે મોડાસા શહેરની ઓટો રિક્ષામાં મુસાફરી કરતા મુસાફરોની સુરક્ષા માટે અનોખી પહેલ કરી છે પોલીસતંત્ર દ્વારા ઓટો રિક્ષામાં મુસાફરી કરતા મુસાફરો સહેલાઈથી વાંચી શકે તે રીતે વાહન ચાલકની સીટનાં પાછળનાં ભાગે વાહન નંબર, વાહન માલિકનું નામ,ડ્રાઇવરનું નામ અને તેનો મોબાઈલ નંબર,પોલીસ અને મહિલા હેલ્પ લાઈન નંબર, મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન નંબર અને અરવલ્લી જીલ્લા કંટ્રોલ રૂમ નંબર લખેલ સ્ટીકર લગાવ્યા હતા રીક્ષા પાછળ સ્ટીકર લગાવવાનો હેતું મુસાફરી કરતા નાગરીકો સાથે છેંતરપીંડી, ખીસ્સા કાતરવા, મોબાઈલ ચોરી અન્ય કિંમતી સામાનની ચોરી, ચીલઝડપ, લૂંટ, ધાડ, મહિલાઓ, બાળકોની છેડતી અને અપહરણ જેવા ગંભીર પ્રકારનાં બનાવો અટકે મુસાફરોની સુરક્ષા જળવાય તદઉપરાંત મુસાફર સાથે કોઈ અઘટિત ઘટના બને તો ગુન્હેગારની ઓળખ થઇ શકે અને ગુન્હાનો ભેદ ઝડપથી ઉકેલાય તે માટે સ્ટીકર લગાવવામાં આવ્યા છે