અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસતંત્ર પ્રોહીબીશનની શખ્ત અમલવારી માટે દોડાદોડી કરી રહી છે શામળાજી પોલીસ બુટલેગરોના વિદેશી દારૂ ઘુસાડવાના નિતનવા નુસ્ખાનો પર્દાફાશ કરી મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપી પાડી બુટલેગરોની બાજી ઉંધી પાડી રહી છે બોબીમાતા આંતરરાજ્ય સરહદ નજીક પલ્સર બાઈક પર દારૂની ખેપ નિષ્ફ્ળ બનાવી બાઈક નીચે બનાવેલ ગુપ્ત ખાનામાંથી અને બાઈક પર લટકાવેલ થેલામાંથી 33 હજારથી વધુનો દારૂ ઝડપી લીધો હતો
શામળાજી પીએસઆઈ એસ.કે.દેસાઈ અને તેમની ટીમે અંતરિયાળ વિસ્તારોમાં પેટ્રોલિંગ હાથધરતા જાબચિતરીયા થી બોબીમાતા સરહદ તરફ વસાયા ગામની સીમમાં પસાર થતા પલ્સર બાઈક પર વિદેશી દારૂની ખેપ મારતો બુટલેગર પોલીસ જોઈ રોડ સાઈડ બાઈક મૂકી જંગલમાં ફરાર થઇ જતા પોલીસે બિનવારસી પલ્સર બાઈક પર લગાવેલ થેલામાંથી અને પલ્સર બાઈક સીટ નીચે બનાવેલ ગુપ્તખાનામાંથી વિદેશી દારૂની બોટલ નંગ-44 કીં.રૂ.33780 અને બાઈક મળી કુલ રૂ.63 હજારથી વધુનો શરાબ જપ્ત કરી ફરાર બુટલેગર સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી