asd
26 C
Ahmedabad
Wednesday, October 9, 2024

પંચમહાલ: શહેરા તાલુકા પંચાયતના વિપક્ષના નેતા અને કોંગ્રેસ અગ્રણી જે.બી.સોલંકી પર વીસેક જેટલા ઈસમો દ્વારા હુમલો, અજાણ્યા ઈસમો સામે પોલીસ ફરિયાદ


શહેરા. પંચમહાલ
પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકા પંચાયતના વિપક્ષના નેતા જસવંતસિંહ સોલંકી ઉર્ફ જે.બી.સોલંકી ઉપર સરકારી દવાખાના પાસે ચાર જેટલી ગાડીઓમાં આવેલા અજાણ્યા ઈસમો દ્વારા હુમલો કરવામા આવતા ચકચાર મચી જવા પામી હતી. અજાણ્યા ઈસમો દ્વારા હાથમાં ડાંગ,ફરસી, વડે જે.બી.સોલંકી ઉપર પગ ઉપર ઈજા કરવામા આવી હતી. આ મામલે હુમલો કરનારા વીસેક જેટલા ઈસમો સામે શહેરા પોલીસ મથકમા ફરિયાદ નોધાવા પામી છે. પોલીસેં ફરિયાદના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Advertisement

પ્રાપ્ત વિગતો અનુસાર જે.બી.સોલંકીએ શહેરા પોલીસ મથકમા આપવામા આવેલી ફરિયાદમા લખાવ્યુ હતુ કે શહેરા પોલીસ સ્ટેશન ખાતે મારા મિત્રો એરેસ્ટ થઈ ગયેલા હોઈ હુ તેમના માટે હોટલમાં જમવાનુ લેવા ગયો હતો. અને જમવાનુ લઈ શહેરા પોલીસ મથક ખાતે આપીને હુ ગોધરા ખાતે કોંગ્રેસની મિટીંગ હોઈ જવાનુ હોવાથી હુ સ્કોર્પિયો ગાડીમાં એકલો ગોધરા જવા નીકળ્યો હતો.તે સમયે સરકારી દવાખાના પાસે એક કાળા કલરની સ્કોર્પિયો ગાડી આવી જતા મારી ગાડી સાથે અથડાવી દીધી હતી.જેથી મારી ગાડી પાછળ લેતા તેની પાછળ એકબીજી ગાડી આવી ગઈ હતી.જેને મારી ગાડીના જમણા દરવાજા પાસે ઠોકી દીઘી હતી.બીજી બે ગાડીઓ પાછળથી આવી હતી.પણ તેના પુરા નંબર મને યાદ નથી.આ ગાડીઓની વચ્ચે મારી ગાડી ઘેરાઈ ગઈ હતી. આ તમામ ગાડીઓમાંથી વીસેક જેટલા માણસો ઉતર્યા હતા. તેમના હાથમાં ડાંગ અને ફરસી હતી.ગાડી પર મારી કાચ તોડી નાખ્યા હતા. અને મારા પગ પર અને હાથ પર માર મારવા લાગ્યા હતા. એટલામા લોકોનુ ટોળુ ભેગુ થઈ જતા ઈસમો ભાગી ગયા હતા.લોકોએ મને ઉચકીને નજીકમા આવેલી સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ ગયા હતા.અને ત્યાથી ગોધરા સિવિલ હોસ્પિટલ માટે સારવાર માટે લઈ ગયા હતા.જે.બી.સોલંકીને ડાબા પગે ફેકચર થયુ હતુ. આ મામલે જે.બી.સોલંકી દ્વારા વીસેક જેટલા અજાણ્યા ઈસમો સામે શહેરા પોલીસ મથકમાં ફરિયાદ નોધવામા આવી છે.
– કોંગ્રેસના ઉચ્ચ અગ્રણીઓ અને નેતાઓ દ્વારા જે.બી.સોલંકી ઉપર કરવામા આવેલા હુમલાને વખોડ્યો
પંચમહાલ જીલ્લાના ગોધરા ખાતે આવેલા 18 પંચમહાલ લોકસભા સમીક્ષા સંવાદ સંકલ્પ અને માર્ગદર્શન બેઠકમાં ભાગ લેવા કોંગ્રેસના ઉચ્ચ નેતાઓ આવ્યા હતા.વિરોધપક્ષના નેતા જે.બી.સોલંકી ઉપર હુમલો થતા તેમને ગોધરા સિવીલ હોસ્પિટલમા લાવામા આવ્યા છે.તેવી માહીતી મળતા તેઓ તાત્કાલિક સિવીલ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા. અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સાંસદ તથા ગુજરાત કોંગ્રેસના સંગઠનના પ્રભારી મુકુલ વાસનિકજી એ જણાવ્યું હતું કે જે બી સોલંકી ને ખબર અંતર પૂછી હતી. જે લોકોએ આ રીતે આ પ્રકારની ઘટના કરી છે તેમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને તાત્કાલિક યોગ્ય પગલાં લેવામાં આવે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી જણાવ્યું હતું કે હાલમાં કાયદો અને વ્યવસ્થા કથડી ગઈ છે. અને ગંભીર રીતે જે.બી સોલંકી હુમલો કરવામાં આવ્યો છે. આના પહેલા પણ કોંગ્રેસના અમુક કાર્યકરો ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. પંચમહાલ જિલ્લામાં જે કાયદો અને વ્યવસ્થા કરી કથળી ગઈછે તેના ઉપર સરકાર યોગ્ય પગલાં લે તેવી અમારી માંગ છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!