અરવલ્લી SP શૈફાલી બારવાલે પોલીસતંત્રને બુટલેગરો સામે શખ્ત કાર્યવાહી કરવાના આદેશના પગલે જીલ્લા પોલીસતંત્ર દેશી-વિદેશી દારૂની હેરાફેરી અને વેપલાને નાથવામાં મહદંશે સફળ રહી છે જીલ્લા એલસીબી પોલીસે માલપુર સોમપુર ચોકડી નજીક મોબાઈલ ચોરી કરી ફરાર માલજીના પહાડીયા ગામના જયેન્દ્ર ઉર્ફે વિપુલ કાંતિ વણકરને દબોચી લઈ ચોરીનો મોબાઈલ રિકવર કરી ગણતરીના દિવસોમાં માલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ મોબાઈલ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી નાખી મોબાઈલ ચોરને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો
અરવલ્લી એલસીબી પીઆઈ કે.ડી.ગોહિલ અને તેમની ટીમે શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારના ઓડ પંથકમાં પેટ્રોલિંગ હાથધરતા રાજસ્થાનથી પલ્સર બાઈક પર બે બુટલેગરો વિદેશી દારૂની ખેપ મારી રહ્યા હોવાની બાતમી મળતા એલસીબીએ વોચ ગોઠવી બાતમી વાળી પલ્સર બાઈક આવતા અટકાવી બાઈક પર રહેલ થેલાની તલાસી લેતા થેલામાંથી વિદેશી દારૂ બોટલ- બિયર નંગ-238 કીં.રૂ.37500/-નો જથ્થો જપ્ત કરી બાઈક ચાલક બુટલેગર વિજય રમેશ અસારી (રહે,ધંધાસણ) અને ભાવેશ કનૈયાલાલ ભગોરા (રહે,જગાબોર-રાજ)ની ધરપકડ કરી વિદેશી દારૂ,મોબાઈલ અને બાઈક મળી રૂ.76 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી વિદેશી દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ બંસીલાલ જીવાજી ડામોર (રહે,બાબરી-રાજ) અને રમેશ ઉર્ફે શેટ્ટી ગામેતી (રહે,આશ્રમ ચોકડી, શામળાજી) વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા