અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ પોલીસતંત્રએ બુટલેગરો પર તવાઈ બોલાવતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે માલપુર પોલીસે ગોવિંદપુર ગામ નજીક પસાર થતી ઇકો કારમાંથી 2.11 લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપી પાડી રાજસ્થાની કાર ચાલક બુટલેગરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
માલપુર પીએસઆઈ એસ.ડી.માળીની સૂચનાના આધારે પીએસઆઇ ડાભી અને તેમની ટીમે માલપુરના જીતપુર નજીક વાહન ચેકીંગ હાથધરતાં શંકાસ્પદ ઝડપ સાથે પસાર થતી ઇકો કારને અટકાવવાનો ઈશારો કરતા બુટલેગરે કાર હંકારી મુકતા પોલીસે પીછો કરી ગોવિંદપુર નજીક અટકાવી કારની તલાસી લેતા કારમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-1153 કીં.રૂ.211430/- નો જથ્થો જપ્ત કરી કાર ચાલક રાજેન્દ્ર બંસીલાલ ડામોર (રહે,રોબિયા) ની ધરપકડ કરી રૂ.5.16 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી રાજસ્થાનના રોશન ખરાડી અને અન્ય મહેશ ઉર્ફે રાજુ નામના બુટલેગર સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો