અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકાના ઇપલોડા ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા હર્ષદ લક્ષ્મણભાઈ રાઠોડને જીલ્લા એસીબી ટીમે જીલ્લા સેવાસદન નજીક જાગૃત નાગરિક પાસેથી 1500ની લાંચ લેતો ઝડપી લીધો હતો અરવલ્લી એસીબીની ટીમના સફળ છટકામાં સપડાયેલ લાંચિયા તલાટીની વધુ તપાસ અર્થે એસીબીએ મોડાસા કોર્ટમાં રિમાન્ડ માટે રજુ કરી 4 દિવસના રિમાન્ડની માંગ કરતા કોર્ટ લાંચિયા તલાટીના રિમાન્ડના મંજુર કરતા એસીબીએ લાંચિયા તલાટીને સબજેલના હવાલે કર્યો હતો
ઇપોલોડા ગ્રામ પંચાયતના લાંચિયા તલાટી કમ મંત્રી હર્ષદ રાઠોડને એસીબી પીઆઇ ગમાર અને તેમની ટીમે મોડાસા નામદાર કોર્ટમાં બુધવારે સાંજે રજુ કરી લાંચિયા અધિકારીની વધુ તપાસ અને અપ્રમાણસર મિલ્કતની તપાસ માટે 4 દિવસના રિમાન્ડની માંગણી કરતા કોર્ટ રિમાન્ડ નકારી દીધા હતા