34 C
Ahmedabad
Sunday, May 19, 2024

અરવલ્લી : ટાઉન પોલીસે રીક્ષામાં સુરક્ષા સ્ટીકર લગાવતી હતીને રીક્ષા માં બેઠેલા કાકાનું ખિસ્સું કાપી 40 હજાર ચોરી કરી રીક્ષા ચાલક ફરાર


મોડાસા ટાઉન પોલીસે મંગળવારે રિક્ષામાં મુસાફરોની સુરક્ષા માટે રીક્ષા ચાલકની સીટ પાછળ રિક્ષાની સંપૂર્ણ માહિતી અને પોલીસ હેલ્પલાઈનના સ્ટીકર લગાવવાની કામગીરી હાથધરી હતી બીજીબાજુ રખિયાલ ગામના ખેડૂતને ચાર રસ્તા નજીકથી રીક્ષા ચાલક ગઠીયાએ રિક્ષામાં બેસાડી મુસાફરના રૂપમાં બેઠેલા અન્ય ખિસ્સા કાતરું એ ખિસ્સામાં રહેલા 40 હજાર તફડાવી પાલનપુર નજીક ઉતારી ફરાર થઇ જતા ખેડૂત હોફાળો ફોફળો બની ટાઉન પોલીસ સ્ટેશન પહોંચી ફરિયાદ નોંધાવી હતી

Advertisement

મોડાસા તાલુકાના ખેડૂત ભીખાભાઇ પરભાભાઈ પટેલ રૂપિયાની જરૂર હોવાથી એટીએમ લઇ મોડાસા આવ્યા હતા અને ચાર રસ્તા નજીક સાબરકાંઠા બેંકના એટીએમ માંથી 40 હજાર રૂપિયા ઉપાડી પૂર્ણિમા હોટલ નજીક તેમના સબંધીને મળી ખરીદી કરી બજારમાંથી ચાર રસ્તા તરફ ચાલતા નીકળતા રિક્ષામાં રહેલા ખિસ્સા કાતરુઓ કાકાને ટાર્ગેટ કરી નજીક ઉભી રાખી ખેડૂતને ક્યાં જવું છે કાકાએ રખિયાલ જવાનું જણાવતા રીક્ષા રખિયાલ જાય છે બેસી જાવ કહી રિક્ષામાં બેસાડી દીધા હતા રિક્ષામાં એક ખિસ્સા કાતરું પહેલાથી બેઠો હતો રીક્ષા ચાલકે રીક્ષા હિંમતનગર તરફ હંકારી મુકતા ખેડૂતે રખિયાલ પાલનપુરથી જવાય તેમ કહેતા રીક્ષા પાલનપુર તરફ વાળી થોડે દૂર ઉભી રાખી એક દર્દીને લઈને આવું છું તેમ કહીં ખેડૂતને નીચે ઉતારી જતા રહ્યા હતા ખેડૂતે ચોર ખિસ્સામાં મુકેલ 40 હજાર જોતા ખિસ્સું કપાયેલ હાલતમાં અને 40 હજાર ગાયબ થતા ચોંકી ઉઠ્યા હતા અને ગામનો બાઈક ચાલક આવતા ખેડૂત અને બાઈક ચાલકે રિક્ષાની શોધખોળ હાથધરી હતી પરંતુ અત્તોપત્તો ન લાગતા ખેડૂતે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાવતા પોલીસે રીક્ષા ચાલક અને અજાણ્યા શખ્સ સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!