ગુજરાતમાં રિક્ષામાં બેઠેલા મુસાફરની નજર ચૂકવીને કિંમતી સામાનની ચોરી કરતી અનેક ગેંગ સક્રિય છે અનેક મુસાફરો ભોગ બનતા રહે છે મોડાસા ટાઉન પોલીસે શહેરમાં મુસાફરોની સુરક્ષાને લઈને રિક્ષામાં સુરક્ષા સ્ટીકર લગાવવાની ઝુંબેશ હાથધરી છે ત્યારે ખેડા જીલ્લામાંથી રિક્ષામાં બેસાડી મુસાફરોને લૂંટતા બે ચોર રીક્ષા સાથે મોડાસા શહેરના ચાર રસ્તા પહોંચી રખિયાલના ખેડૂતને મુસાફર તરીકે બેસાડી તેમના ખિસ્સામાંથી 40 હજાર કાઢી લઇ પાલનપુર નજીક ઉતારી ફરાર થઇ જતા ખેડૂતે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસ ચોંકી ઉઠી હતી ટાઉન પોલીસે ગણતરીના કલાકોમાં બંને ચોરને ખેડામાંથી દબોચી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા
અરવલ્લી જીલ્લા SP શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ મોડાસા ટાઉન પીઆઇ ડી.કે.વાઘેલા અને તેમની ટીમે મોડાસા શહેરમાં રખિયાલ ગામના ભીખાભાઇ પરભાભાઈ પટેલ નામના ખેડૂતે એટીએમ માંથી 40 હજાર રૂપિયા ઉપાડી બજારનું કામકાજ પતાવી ઘરે જવા નીકળતા પૂર્ણિમા હોટલ નજીક રીક્ષા લઈને બે ગઠિયા પહોંચી ખેડૂતને રખિયાલ ઉતારવાનું કહી વાતોમાં ભોળવી 40 હજાર ખિસ્સામાંથી સરકાવી લઇ ફરાર થનાર બંને ચોરને ઝડપી પાડવા વિવિધ ટીમ બનાવી નેત્રમ સહીત સમગ્ર રૂટના સીસીટીવી કેમેરા રેકોર્ડિંગનું એનાલિસિસ કરી શંકાસ્પદ રીક્ષાને શોધી કાઢી રિક્ષાના નંબર (GJ-23-AU -3262)ના માલિકનું નામ પોકેટ કોપ સર્ચ કરી બાતમીદારો સક્રિય કરી પેસેન્જર રિક્ષાના સ્વાંગમાં મુસાફરને લૂંટનાર વિજય સુરેશ પટેલ (રહે,બડેવીયા-ગળતેશ્વર, જી.ખેડા) અને રમેશ મંજી ચુડાસમા (રહે,હડમતીયા-ગળતેશ્વર,જી.ખેડા)ને ગણતરીના કલાકોમાં ખેડાથી ઝડપી પાડી આગવી ઢબે પુછપરછ કરતા બંને આરોપીઓએ પોપટની માફક ગુન્હો કાબુલી લીધો હતો પોલીસે 40 હજાર રિકવર કરી ગણતરીના કલાકોમાં ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો હતો