કોરોના મહામારીના સંક્રમણ બાદ ગુજરાતમાં હાર્ટ એટેકની ઘટનામાં
સતત વધારો થઇ રહ્યો છે હાર્ટ એટેકના કહેરથી લોકોમાં રીતસર ફફડાટ ફેલાયો છે અરવલ્લી જીલ્લામાં હાર્ટ એટેકના હુમલામાં નોંધપાત્ર વધારો થયો છે મોડાસા માર્કેટયાર્ડના સેક્રેટરીનું હાર્ટ એટેકથી મોત નિપજતા સમગ્ર શહેરમાં અરેરાટી વ્યાપી છે મોડાસા માર્કેટયાર્ડના હોદ્દેદારો, કર્મચારીઓ અને ખેડૂત વર્ગમાં શોકનું મોજું ફળી વળ્યું છે
મોડાસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના સેક્રેટરી ઘનશ્યામભાઈ
ભટ્ટનું હાર્ટ એટેકથી મોત નિપજતા સમગ્ર શહેરમાં હાર્ટ એટેકના વધતા હુમલા અને મોત નિપજાવની ઘટનામાં નોંધપાત્ર વધારો થતા આરોગ્યવિદો ચિંતિત બન્યા છે બે દિવસ અગાઉ ધોલવણીના ચહેરધામના ભુવાજી સાગર રબારીનું હાર્ટ એટેકમાં મોત નિપજાવાની ઘટના તાજી છે ત્યારે વધુ એક વ્યક્તિને હાર્ટ એટેક ભરખી જતા લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે મોડાસા માર્કેટયાર્ડના સેક્રેટરીનું આકસ્મિક મોત નિપજતા શનિવારે માર્કેટયાર્ડ સંપૂર્ણ બંધ પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરશેની માહિતી પ્રાપ્ત થઇ હતી