અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાનું અંતરિયાળ ગામ ટોરડા – બાવળીયામાં પશુ પાલન વિભાગ ધ્વારા આદિજાતિ વિસ્તારના પશુ – પાલકો માટે પશુ – આરોગ્ય મેળાનું વિશેષ આયોજન કર્યું હતું.૪૩ જેટલા પશુ – પાલકોના ગાય, ભેંસ અને બકરા વર્ગના કુલ ૧૦૭ પશુઓને ગાયનેક, મેડિસીન અને ડિવર્મિંગ જેવી વિવિધ સારવાર આપવામાં આવી હતી.પશુ આરોગ્ય કેમ્પનું સફળ સંચાલન નાયબ પશુપાલન નિયામક, ડો. લલીતભાઈ એ.મગરવાડીયા ના માર્ગદર્શન હેઠળ ભિલોડા તાલુકા પશુ ચિકિત્સા અધિકારી ડો. મયુરભાઈ અસારી ધ્વારા પશુ ધન નિરિક્ષક મિહિરભાઈ ચૌધરીની મદદથી પશુ આરોગ્ય કેમ્પને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી
Advertisement
Advertisement