મોડાસા તાલુકાની શહેરી વિસ્તારની સહારા આગણવાડી કેન્દ્રની મુલાકાતે કલેકટર પ્રશસ્તિ પારીક
લાભાર્થીઓ સુધી તમામ યોજનાઓના લાભ પહોંચે તે જરૂરી : કલેકટર પ્રશસ્તિ પારીક
અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના શહેરી વિસ્તારની સહારા આંગણવાડી કેન્દ્રનીજિલ્લા કલેકટર પ્રશસ્તિ પારીકે મુલાકાત કરી.
સહારા આગણવાડી કેન્દ્રની બાલિકાઓ દ્વારા સ્વાગત ગીત પ્રસ્તુત કરી કલેકટરનું સ્વાગત કરવામાં આવ્યું. આંગણવાડી કેન્દ્રની મુલાકાતે પહોંચેલા કેલેક્ટર એ વાલી સાથે બાળકોની દિનચર્યા જાણી આંગણવાડી કેંદ્રમાં આપાતો પોષ્ટિક આહાર તેમજ અન્ય સુવિધાઓ અંગે આંગણવાડી કેંદ્રની કાર્યકર્તાઓ સાથે વાતચીત કરી લાભાર્થીઓ સુધી તમામ યોજનાઓના લાભ પહોંચે તે ખુબ જરુરી છે તેમ કલેકટર પ્રશસ્તિ પારીકે જણાવ્યું.