અરવલ્લી જીલ્લામાં દારૂ-જુગારની બદીમાં અનેક પરિવારો બરબાદીની ગર્તામાં ધકેલાઈ ચુક્યા છે બાયડ શહેર સહીત આજુબાજુના પંથકમાં કુખ્યાત જુગારી કિરીટ બારોટ જુગારધામ અને વરલી-મટકાના સ્ટેન્ડ ચલાવી રહ્યો છે અનેકવાર પોલીસ ચોપડે ચઢી ચુક્યો છે જીલ્લા એલસીબી પોલીસે બાયડ જુના બસ સ્ટેન્ડ નજીક સરકારી પુસ્તકાલયની પાછળ તબેલામાં વરલી-મટકાના સ્ટેન્ડનો પર્દાફાશ કરી કિરીટ બારોટ અને ત્રણ જુગારીઓને ઝડપી પાડી 31 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો
અરવલ્લી જીલ્લા એલસીબી પોલીસે બાયડ શહેરમાં પેટ્રોલિંગ હાથધરતા જુના બસ સ્ટેન્ડ નજીક સરકારી પુસ્તકાલય પાછળ કુખ્યાત જુગારી કિરીટ શના બારોટ તેના તબેલામાં વરલી-મટકાનું સ્ટેન્ડ ચલાવતો હોવાની બાતમી મળતા પોલીસ તાબડતોડ રેડ કરી વરલી-મટકાના આંકડા લખતા અને જુગારમાં લગાવેલ પૈસાની લેવડ-દેવડ કરતા કિરીટ શના બારોટ (રહે,બાયડ પોસ્ટ ઓફિસ નજીક),2)ફિરોજખાન ઇસ્માઇલખાન બલોચ (રહે,કસ્બા),3)મહેમુદમિયાં ભીખામીયા ચૌહાણ (રહે,કસ્બા),4)ડાહયા કાના તિરગર (રહે,દરોલી)ને દબોચી લઈ તેમની પાસેથી રૂ.11150 અને મોબાઈલ 4 મળી કુલ.રૂ.31150/- નો મુદ્દામાલ જપ્ત કરી ફરાર મહેન્દ્ર બાબુ કાછીયા (રહે,લક્ષ્મીપાર્ક સોસાયટી,ધનસુરા) સામે જુગારધારા કલમ હેઠળ બાયડ પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાવી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા