31.7 C
Gujarat
Tuesday, July 14, 2026
Home ક્રાઇમ અરવલ્લી : નવરાત્રીમાં બુટલેગરો દારૂની રેલમછેલ કરવાના મનસૂબા પર પાણી ફેરવતી LCB,બે...

અરવલ્લી : નવરાત્રીમાં બુટલેગરો દારૂની રેલમછેલ કરવાના મનસૂબા પર પાણી ફેરવતી LCB,બે લકઝુરિયસ કારમાંથી 3.88 લાખનો દારૂ ઝડપ્યો

0
127

LCBએ મોડાસાના વાંટડા નજીક કારમાંથી 626 બોટલ અને ટીંટોઇના બામણવાડ ગામ નજીક કિયા સેલ્ટોસમાંથી 310 બોટલ દારૂ ઝડપ્યો

નવરાત્રી પર્વમાં વેસ્ટર્ન ક્લચર ભળી રહ્યું છે ગાંધીના ગુજરાતમાં લબરમૂછિયા યુવાનોમાં નવરાત્રી પર્વમાં દારૂ પીવાનો ટ્રેન્ડ વધતા વિદેશી દારૂની ડિમાન્ડમાં વધારો થયો છે બુટલેગરો વિદેશી દારૂની માંગને પહોંચી વળવા નિતનવા નુસ્ખા અપનાવી દારૂની ખપતને પહોંચી વળવા બુટલેગરો અધીરા બન્યા છે.બીજીબાજુ જીલ્લા પોલીસતંત્ર બુટલેગરોના કીમિયા નિષ્ફળ બનાવી રહી છે. જીલ્લા એલસીબી પોલીસે મોડાસા રુર પોલીસ સ્ટેશન હદમાં વાંટડા નજીક કારમાંથી 1.15 લાખ અને ટીંટોઈ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી 2.73 લાખથી વધુનો વિદેશી દારૂ જપ્ત કરી બે બુટલેગરને દબોચી લીધા હતા

અરવલ્લી જીલ્લા SP શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ કે.ડી.ગોહિલ અને તેમની ટીમે જીલ્લામાં સઘન પેટ્રોલિંગ હાથધર્યું છે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથધરતા સ્વીફ્ટ કારમાં વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાની બાતમી મળતા સુનોખ નજીક નાકાબંધી કરતા કાર ચાલકે કાર પુરઝડપે હંકારી મુકતા પોલીસે પીછો કરતા કાર ચાલક બુટલેગરે વાંટડા ગામ તરફ દોડાવતા શાળા નજીક પલ્ટી ખાઈ ગઈ હતી કારનો પીછો કરતી પોલીસ સ્થળ પર પહોંચતા કાર ચાલક બુટલેગર ફરાર થઇ ગયો હતો તેની સાથે રહેલ શખ્સ નરેશ પ્રકાશ અહારી (રહે,દેમત-રાજસ્થાન)ને દબોચી લઇ કારમાંથી 1.15 લાખના દારૂ સાથે 3.20 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર જીતુ મુન્નાલાલ અહારી (રહે,દેમત-રાજ) સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

અરવલ્લી એલસીબી પોલીસે ટીંટોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથધરી બાતમી આધારે જીવણપુર-ગડાદર રોડ પર બામણવાડ ગામ નજીક કિયા સેલ્ટોસ કારમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-1318/- કીં.રૂ.273300/-નો જથ્થો જપ્ત કરી કાર ચાલક બુટલેગર મો.ઇસ્તિયાક ઉર્ફે શાહરૂખ મો.ઇશાક મલેક (રહે,રાહિલપાર્ક ફતેવાડી, ગ્યાસપુર-અમદાવાદ)ને દબોચી લઇ વિદેશી દારૂ,કાર અને મોબાઈલ મળી રૂ.12.78 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી વિદેશી દારૂ મંગાવનાર બિસ્મિલ્લાહખાન ઉર્ફે બિશા છોટુખાન પઠાણ (રહે,રામોલ-અમદાવાદ) અને વિષ્ણુ (રહે,ઉદેપુર-રાજ) સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી સેલ્ટોસ કારમાં રાજસ્થાનના ઠેકા પરથી દારૂ ભરી અમદાવાદ ઠાલવવાના બુટેગરોના મનસૂબા પર પાણી ફેરવી દીધું હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!