અરવલ્લી જીલ્લાના બાયડ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં દેશી દારૂની સાથે વિદેશી દારૂની ડિમાન્ડ વધતા બિલાડીની ટોપની માફક બુટલેગરો ફૂટી નીકળ્યા છે બાયડ શહેરમાં દસ જેટલા બુટલેગરો વિદેશી દારૂનો વેપલો કરી રહ્યા છે બાયડના બુટલેગર બ્રધર્સએ રાજસ્થાનમાંથી મંગાવેલ વિદેશી દારૂની ઇકો કારમાં ડીલેવરી આપવા આવેલ બુટલેગરને દબોચી લઇ 30 હજારથી વધુનો દારૂ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
બાયડ પીએસઆઈ એન.આર.રાઠોડ અને તેમની ટીમે શહેરમાં પેટ્રોલિંગ હાથધરતા ભુખેલ રોડ પર રહેતા શંકર ગંગારામ સલાટ અને સૂરજ ગંગારામ સલાટ નામના બુટલેગર બ્રધર્સે રાજસ્થાનના ચુંડાવાડા ગામના કૌશલ જગમાલજી અહારી પાસેથી વિદેશી દારૂ મંગાવ્યો હોવાથી ખેપિયો ઇકો કારમાં ગુપ્તખાનું બનાવી ડીલેવરી આપવા આવી રહ્યો હોવાની બાતમી મળતા પોલીસે સંજીવની હોસ્પિટલ નજીક વોચ ગોઠવી બાતમી આધારીત ઇકો કારને અટકાવી તલાસી લેતા નીચેના ભાગમાં ગુપ્તખાનામાં સંતાડેલ વિદેશી દારૂની બોટલ-બિયર નંગ-136 કીં.રૂ.30775/- સાથે 3.70 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાર ચાલક બુટલેગર પુંજીલાલ ફુલાજી ભગોરા (રહે,દેવપુરા-રાજસ્થાન)ને દબોચી લઇ વિદેશી દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ ચારે બુટલેગરો સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી