શ્રીનાથ ટ્રાવેલ્સની દિલ્હીથી અમદાવાદ જતી લકઝરી બસની ડેકીમાં ત્રણ ટુરિસ્ટ બેગ અને એક પાર્સલમાંથી દારૂ જપ્ત કર્યો
લકઝરી બસના ડ્રાઇવર-કંડકટર દારૂની ટ્રીપ માટે 5 થી 10 હજાર રૂપિયા મળતા હોવાથી પેસન્જરની સલામતીને ભયમાં મૂકી રહ્યા છેAdvertisement
અરવલ્લી SP શૈફાલી બારવાલે આંતરરાજ્ય સરહદો પરના પોલીસમથકના અધિકારીઓને વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા શખ્ત કાર્યવાહીના આદેશ આપ્યા છે શામળાજી પોલીસ રતનપુર ચેકપોસ્ટ પર રાજસ્થાન તરફથી આવતા નાના-મોટા વાહનોનું રાઉન્ડ ધી ક્લોક ચેકીંગ હાથધરી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ નજીક શ્રીનાથ ટ્રાવેલ્સની લકઝરી બસમાં મુસાફરોના માલસામાનની આડમાં સંતાડીને ઘુસાડાતો 2.57 લાખથી વધુના વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી ડ્રાઇવર-કંડકટરને દબોચી લીધા હતા
શામળાજી પીએસઆઈ એસ.કે.દેસાઈ અને વી.ડી.વાઘેલા તેમની ટીમ સાથે અણસોલ ગામ નજીક બાતમીદારો સક્રિય કરી વાહનોનું ચેકીંગ હાથધરતા શ્રીનાથ ટ્રાવેલ્સની લકઝરી બસમાં દારૂની હેરાફેરી થતી હોવાની બાતમી મળતા પોલીસ સતર્ક બની બાતમી આધારિત લકઝરી આવતા અટકાવી તલાસી લેતા બસમાં મુસાફરી કરતા 8 મુસાફરોના ડેકીમાં મુકેલ માલસામાનની આડમાં ત્રણ ટુરિસ્ટ બેગ અને એક પાર્સલમાં સંતાડેલ વિદેશી દારૂની બોટલ નંગ-174 કીં.રૂ.257990/- સાથે ડ્રાઇવર અરવિંદ વશરામ રબારી (રહે,કૃષ્ણકુંજ સોસાયટી,કલોલ-ગાંધીનગર) અને પિન્ટુ નાનજી ગુર્જર (રહે,ગુલાબપુરા-રાજ)ને ઝડપી પાડી દારૂ,મોબાઈલ અને લકઝરી બસ મળી કુલ.રૂ.1263990/- નો મુદ્દામાલ જપ્ત કરી દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ જયરાજસિંહ (રહે,અમદાવાદ) અને ભીલવાડાના બે શખ્સો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી