અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સમયાંતરે જરૂરી માર્ગદર્શન કાર્યક્રમો આયોજિત કરવામાં આવતા હોય છે ત્યારે મહિલાઓના કાયદા અંગે મોડાસા તાલુકામાં માર્ગદર્શન કેમ્પ યોજવામાં આવ્યો હતો.
બાળ વિકાસ કચેરી અંતર્ગત સંગાથ તાલીમ કેન્દ્ર મોડાસા ખાતે તાલુકાઓના ગામડાઓમાં વંચિત સમુદાયોના વિકાસ માટે વિવિધ પ્રકારની માહિતી માર્ગદર્શન આપવાનું કામ કરે છે જેમાં મુખ્ય મહેમાન તરીકે જિલ્લા કોઓર્ડીનેટર ભરતભાઈ પરમાર, સખી વન સ્ટોપ સેન્ટરના મનો સામાજિક કાઉન્સેલર તરીકે ફરજ બજાવતા શ્રદ્ધાબેન ચૌધરી તેમજ પીબીએસસીના પ્રેમીલાબેન ખરાડી અને 181 મહિલા હેલ્પલાઇન ના કાઉન્સેલર મનિષાબેન મકવાણા હાજર રહેલ હતા જેમાં મહિલા નેતૃત્વ , મહિલા સશક્તિકરણ વિશે તેમજ મહિલાના કાયદાઓ અને યોજનાઓ વિશે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.