અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બેટી બચાવો, બેટી પઢાવો કાર્યક્રમો આયોજિત કરવામાં આવતા હોય છે ત્યારે મોડાસાના મહાલક્ષ્મી ટાઉન હોલ ખાતે વધુ એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
મોડાસા મહાલક્ષ્મી ટાઉન હોલ ખાતે બેટી બચાવો, બેટી પઢાઓ યોજના અંતર્ગત આયોજિત PC & PNDT એક દિવસીય જાગૃતિ સેમિનાર યોજવામાં આવેલ, જેમા કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરમેન વીણાબેન ખરાડી જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી હસીનાબેન જી મન્સૂરી, જિલ્લા આરોગ્ય અધિકારી એમ.એ સિદ્દીક સાહેબ તેમજ તાલુકા હેલ્થ અધિકારી કેતનભાઇ તરાર કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ જેમાં PC& PNDT એક્ટ એ 20 સપ્ટેમ્બર 1994 ના રોજ સ્ત્રી ભૃણ હત્યા તરફ દોરી જતા ગર્ભના લિંગના નિર્ધારણ માટે પ્રેનેટલ ડાયગ નો સ્ટિક તકની કોને પ્રતિબંધિત કરવાના ઉદ્દેશ્ય સાથે ઘડવામાં આવ્યો હતો તે અંગેનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.