ભિલોડામાં શ્રી ઉમિયાનગર ગરબી મંડળમાં આઠમ નિમિત્તે સમુહ આરતી યોજાઈ હજ્જારો માંઈ ભક્તો ભકિતભાવ પુર્વક શ્રધ્ધાભેર ઉપસ્થિત રહ્યા દાતા અને માતા એક સમાન…
દાતાઓનું વિશેષ સન્માન કર્યું
અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકા મથક ખાતે ઉમિયાનગર ગરબી મંડળ, ઉમિયા ચોકમાં નવલી નવરાત્રી મહોત્સવ દરમિયાન આઠમ નિમિત્તે સમુહ મહા આરતીનો ભવ્યાતિભવ્ય ધાર્મિક કાર્યક્રમ ભકિતભાવ પુર્વક શ્રધ્ધાભેર યોજાયો હતો.શ્રી ઉમિયાનગર ગરબી મંડળ, ઉમિયા ચોકના પ્રમુખ હર્ષદભાઈ સોની, પિનાકીનભાઈ પટેલ, અનિકેતભાઈ પટેલ, રાજેન્દ્રભાઈ મહેતા, કમલેશભાઈ પટેલ, પુષ્પકરભાઈ શાહ, મિતેશભાઈ ભાવસાર, પ્રફુલભાઈ રાવલ, કિરણભાઈ પંચાલ, સુરજભાઈ પટેલ, રાજેશભાઈ પોરવાલcસહિત સર્વે આયોજકોએ દાતાઓનું વિશેષ સન્માન કર્યું હતું.
નવરાત્રી નિમિત્તે મુખ્ય દાતાઓ… પ્રકાશભાઈ સડાત, મુકેશભાઈ પટેલ, મહેન્દ્રસિંહ રાઠોડ, મનોજભાઈ પટેલ, સુરેશભાઈ પ્રજાપતિ સહિત અનેકવિધ દાતાઓ નું વિશેષ સન્માન કર્યું હતું.
કેસરીયો રંગ તને લાગ્યો ગરબાના તાલે ખેલૈયાઓ ઝુમી ઉઠયા હતા.પ્રિયા મ્યૂઝિકલ પાર્ટી, જશુભાઈ અસારીના કંઠે ગવાતા ગરબા દરમિયાન હજ્જારો ખેલૈયાઓએ મોડી રાત સુધી રાસ – ગરબાની રમઝટ જમાવી હતી.