બાંગ્લાદેશમાં સોમવારે સાંજે બે ટ્રેનો વચ્ચે અથડામણ થઈ હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 17 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. મૃત્યુઆંક હજુ વધે તેવી શક્યતા છે. તે જ સમયે, 100 થી વધુ લોકો ઘાયલ થયા છે. મોટાભાગના મુસાફરોની હાલત નાજુક છે. આ અકસ્માત ભૈરબ તાલુકાના કિશોરગંજમાં થયો હતો.
બે કોચને ભારે નુકસાન
ઢાકા ટ્રિબ્યુને ભૈરબ બજાર ફાયર સ્ટેશનના અગ્નિશામક રસેલને ટાંકીને જણાવ્યું હતું કે એગ્રોસિંધુર ટ્વીલાઇટ પેસેન્જર ટ્રેન પાછળથી માલસામાન ટ્રેનને ટક્કર મારી હતી. જેના કારણે પેસેન્જર ટ્રેનના બે કોચને નુકસાન થયું છે. ડબ્બાઓને નુકસાન થયું છે. આ ઘટના બાદ ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે લોકો ટ્રેનની નીચે ફસાયા હતા.
અનેક માર્ગો પર ટ્રેન વ્યવહાર થંભી ગયો હતો
ભૈરબ સ્ટેશન માસ્ટર યુસુફે જણાવ્યું કે આ ઘટના સોમવારે બપોરે 3.30 વાગ્યાની આસપાસ બની હતી. મૃત્યુઆંક હજુ વધવાની આશંકા છે. આ દુર્ઘટના બાદ ઢાકાથી ચટગાંવ, સિલહેટ અને કિશોરગંજ જતી ટ્રેનની અવરજવર ઠપ થઈ ગઈ છે. ઘટના સ્થળે પોલીસ અને ફાયર કર્મીઓ દ્વારા બચાવ કાર્ય ચાલુ છે.
ડ્રાઇવરે આ ભૂલ કરી હતી..!!
પ્રાથમિક તપાસમાં માલસામાન ટ્રેનના ડ્રાઈવરની ભૂલ સામે આવી છે. ડ્રાઇવરે સિગ્નલ મળ્યા બાદ પણ ટ્રેનને બીજા ટ્રેક પર ખસેડી ન હતી. જેના કારણે બીજી બાજુથી આવતી પેસેન્જર ટ્રેનનો ડ્રાઈવર અકસ્માતને ટાળી શક્યો ન હતો. તેણે પોતાનો ટ્રેક પણ બદલવો પડ્યો.