32 C
Ahmedabad
Wednesday, April 24, 2024

શ્રી ક્ષત્રિય દરબાર સમાજ કેળવણી મંડળ ગુજરાત પરિવાર દ્વારા દશેરા પર્વની ઉજવણી નિમિત્તે શસ્ત્રપુજન કાર્યક્રમનું આયોજન કરાયું


શહેરા,
શ્રી ક્ષત્રિય દરબાર સમાજ કેળવણી મંડળ ગુજરાત પરિવાર દ્વારા દશેરા પર્વની ઉજવણી નિમિત્તે શસ્ત્રપુજનનું આયોજન કરવામા આવ્યું હતુ.શહેરા તાલુકા પાલીખંડા ગામે આવેલા મરડેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં આયોજીત આ શસ્ત્ર પુજનના કાર્યક્રમમાં તાલુકાના ક્ષત્રિય સમાજના અગ્રણીઓ યુવાઓ ઉપસ્થિત રહ્યા હતા.અને શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે ભુદેવો દ્વારા શસ્ર પુજન કરાવામા આવ્યુ હતું.

Advertisement

પંચમહાલ જીલ્લામાં નવરાત્રીના સમાપન બાદ દશેરા પર્વની ધામધુમથી ઉજવણી કરવામા આવી હતી.આ નિમિત્તે વિવિધ જગ્યાઓ પર શસ્ત્રપુજન કાર્યક્રમો યોજાયા હતા. શ્રી ક્ષત્રિય દરબાર સમાજ કેળવણી મંડળ ગુજરાત પરિવાર દ્વારા આ વર્ષે પણ દશેરા પર્વની ઉજવણી કરવામા આવી હતી. શહેરા તાલુકાના પાલીંખંડા ગામે આવેલા પૌરાણિક મરડેશ્વર મહાદેવ મંદિર ખાતે પણ શસ્ત્રપુજનનો કાર્યક્રમ રાખવામા આવ્યો હતો.જેમા ક્ષત્રિય સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમની શરૂઆત ક્ષત્રિય સમાજના અગ્રણીઓ દ્વારા દિપ પ્રાગ્ટય કરીને કરવામા આવી હતી.ત્યારબાદ શસ્ત્રપુજનનો કાર્યક્રમ શરુ કરવામા આવ્યો હતો.ક્ષત્રિય સમાજના અગ્રણીઓએ તલવારની શસ્ત્રપુજા કરી હતી. ભુદેવ દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે પુજન કરવામા આવ્યુ હતુ. સાથે સાથે ક્ષત્રિય દ્વારા શસ્ત્ર પુજનનો મહિમા જણાવામા આવ્યો હતો.સાથે સાથે ક્ષત્રિય એકતા જીંદાબાદના નારા સાથે લઘુપ્રસાદી બાદ કાર્યક્રમ શાંતિપુર્ણ માહોલમાં સંપન્ન થયો હતો.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!