હિન્દૂ ધર્મમાં શુભ કાર્ય માટે હંમેશા લોકો શુભ મુહર્તની રાહ જોતા હોય છે તસ્કર ટોળકી અને ચોરી લૂંટારુ ગેંગ પણ જાણે શુભ મુહર્ત ની રાહ જોતી હોય તેમ દશેરાના દિવસે મોડાસા શહેરની સહયોગ ચોકડી નજીક આવેલા આદિત્ય કોમ્પ્લેક્ષની ત્રણ દુકાનોમાં તસ્કરો ત્રાટકી દુકાનના તાળા તોડી 10 હજાર રોકડા સહીત 20 હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ જતા બાયપાસ રોડ પર આવેલ રહેણાંક અને કોમર્શિયલ વિસ્તારમાં ભયનો ફફડાટ ફેલાયો છે જોકે આ અંગે હજુ સુધી પોલીસ સ્ટેશનના ચોપડે કોઈ ગુન્હો નોંધાયો નથી
મોડાસા શહેરના બાયપાસ રોડ પરના આદિત્ય કોમ્પ્લેક્ષની હરીઓમ સેલ્સની દુકાન,ગોડાઉન અને અન્ય એક દુકાનમાં ગત રાત્રીના સુમારે તસ્કરો દુકાનમાં પ્રવેશી રૂ.10 હજાર રોકડ સહિત 20 હજાર જેટલી મત્તાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હોવાની ઘટના પ્રકાશમાં આવતા ભોગ બનનાર માલીકે પોલીસ ને જાણ કરી હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી