ભિલોડા,તા.૨૭
જી. સી. ઈ. આર. ટી, ગાંધીનગર, ડાયટ મોડાસા, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, મોડાસા તથા મેશ્વો શાળા વિકાસ સંકુલ, ભિલોડા આયોજિત S. V. S કક્ષા નો બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન – 2023 – 24 પૂજ્ય એલ. એલ. ભટ્ટ હાઈસ્કૂલ, ભેટાલી ગામમાં ભિલોડા – મેઘરજ ધારાસભ્ય પી. સી. બરંડા, જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ એન. ડી. પટેલ, અધ્યક્ષ ડો. જીગ્નેશકુમાર સુથાર, S. V. S કન્વીનર વી. ટી. ચૌહાણ, લલિતભાઈ સુથાર, તાલુકા પ્રમુખ કમલેશભાઈ , શ્રી વિશ્વકર્મા સમાજ, અરવલ્લી જીલ્લા પ્રમુખ રામઅવતાર શર્મા , મેશ્વો શાળા વિકાસ સંકુલના સૌ આચાર્યો, ભિલોડા તાલુકાની 66 શાળાઓ પૈકી 55 શાળાઓ માંથી આવેલ બાળ વૈજ્ઞાનિકો અને તેમના માર્ગદર્શક શિક્ષકોની ઉપસ્થિતિમાં ઉત્સાહભેર કાર્યક્રમ યોજાયો હતો.ભેટાલી હાઈસ્કૂલના આચાર્ય યોગેશકુમાર એન. પટેલએ સૌ – મેહમાનોને આવકાર્યા હતા.ખુબ જ ટૂંકા સમયગાળામાં સફળ આયોજન બદલ ભેટાલી હાઈસ્કૂલ સ્ટાફ પરિવાર ને બિરદાવ્યો હતો.કાર્યક્રમ નું સફ્ળ આયોજન એ. પી. ભટ્ટે કર્યું હતું.