કાલોલ
પંચમહાલ લોકસભાના ભુતપુર્વ સાસંદ અને દિગ્ગજ નેતા પ્રભાતસિંહ ચૌહાણનું અવસાન થતા રાજકીય ક્ષેત્રમાં શોકનો માહોલ છવાયો છે.પોતાના મહેલોલ સ્થિત નિવાસસ્થાને હતા તે સમયે નિધન થયુ હતુ. શુક્રવારે તેમની સ્મશાનયાત્રા મહેલોલ સ્થિત નિવાસ સ્થાનેથી નીકળી હતી.સ્મશાન ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામા આવ્યા હતા.તેમનો પાર્થિવ દેહ પંચમહાભુતમા વિલીન થયો હતો. તેમની સ્મશાનયાત્રામાં મહેલોલ ગામના ગ્રામજનો, ભાજપ અને કોંગ્રેસના રાજકીય અગ્રણીઓ,કાલોલ તાલુકાના સરપંચો, રાજકીય આગવાનો હાજર રહ્યા હતા.
પંચમહાલ જીલ્લાના કાલોલ તાલુકામા મહેલોલની મુવાડી ગામે જન્મેલા પ્રભાતસિંહ પ્રતાપસિંહ ચૌહાણે પ્રારંભિત શિક્ષા વેજલપુરમાંથી મેળવી હતી.ત્યારબાદ મહેલોલ ગામના સરપંચ બન્યા હતા. રાજકીય સફર આગળ વધી હતી.તેઓ 1975-1980 મા તેઓ ગોધરા તાલુકા પંચાયતના સભ્ય રહ્યા હતા. તેઓ વર્ષ 1980થી 1990 સુધી જીલ્લા પંચાયતના સભ્ય રહ્યા હતા.વર્ષ 1982થી 1990 તેમજ 1995થી 2000તેઓ ગોધરાના ધારાસભ્ય તરીકે ચુટાયા હતા.ગુજરાત સરકારમા વન પર્યાવરણ રાજ્યમંત્રી તરીકે ,2004થી 2007 સુધી રાજ્યકક્ષાના આદિવાસી વિકાસ મંત્રી સુધી તરીકે ફરજ બજાવી હતી.2004માં ગુજરાત સરકારમાં પણ પશુપાલન મંત્રી તરીકે ફરજ બજાવી હતી. 2009માં પંચમહાલ લોકસભા બેઠક પર ભાજપાની ટીકીટ પર વિજેતા બન્યા.તેમની સામે કોગ્રેસના દિગ્ગજ નેતા અને પુર્વ મુખ્યમત્રી શંકરસિંહ વાઘેલાનો કારમો પરાજય થયો હતો.2014માં કોંગ્રેસના ઉમેદવાર રામસિંહ પરમાર સામે વિજેતા થયા હતા.2019માં તેમને ટીકીટ ન મળતા તેઓ કોંગ્રેસનો હાથ પકડ્યો હતો.અને કાલોલ વિધાનસભા બેઠક પર ઉમેદવારી કરી હતી. પણ તેમનો પરાજય થયો હતો. તેમને છેલ્લે પણ ભાજપમા ફરી જોડાવાની ઈચ્છા વ્યકત કરી હતી. પણ તેમની ઈચ્છા અધુરી રહી છે. પંચમહાલ ભાજપના નેતાઓ દ્વારા પણ શ્રધ્ધાજંલી પાઠવામા આવી હતી.
પંચમહાલ જીલ્લાના રાજકીય ક્ષેત્રમા દિગ્ગજ નેતા તરીકેની છાપ પ્રભાતસિંહ ચૌહાણની હતી.જમીની નેતા તરીકે તેઓએ લોકચાહના મેળવી હતી.લોકોની પ્રશ્નોને તેઓ રૂબરૂ સાંભળતા હતા,તેમના પ્રશ્નોનુ નિરાકરણ લાવતા હતા.પાર્ટીને પણ કહેવામા કોઈ શેહશરમ રાખતા નહી. આમ એક બાહુબલી છાપ ધરાવતા નેતા હતા. પંચમહાલના રાજકીય ઈતિહાસમાં પ્રભાતસિંહ ચૌહાણનુ નામ સુવર્ણ અક્ષરે અંકિત થઈ જશે.