શહેરા
પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકામા આવેલી પંડિત દિનદયાલ સંસ્તા અનાજની દુકાનો પર જીલ્લા પુરવઠા વિભાગની ટીમ દ્વારા આકસ્મિત ચેકિંગ હાથ ધરવામા આવ્યુ હતુ. જેમાં તાલુકાની ત્રણ જેટલી દુકાનો પર ક્ષતિઓ બહાર આવતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા આવતા સસ્તા અનાજના દુકાન સંચાલકોમા ફફડાટ વ્યાપી ગયો છે.
સરકાર જીલ્લાના દરેક ગામડાઓમા અને શહેરમાં રહેતા રેશનકાર્ડ ધરાવનારાઓને અનાજનો પુરો અને યોગ્ય પુરવઠો મળી રહે તે માટે કટીબંઘ છે. પંરતુ કેટલીક સંસ્તા અનાજના દુકાનદારો દ્વારા રેશનકાર્ડ ધારકોને અનાજ ઓછુ આપવુ, નિયત ધારાધોરણ મુજબ નહી આપવુ,કુપનો નહી આપવી વગેરે બુમો કેટલાય સમયથી પડી રહી હતી. જેના પગલે પંચમહાલ જીલ્લા પુરવઠા તંત્ર દ્વારા આવા દુકાનદારો સામે લાલ આંખ કરવામા આવી છે. જેના પગલે ટીમ દ્વારા શહેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં આવેલી પંડિત દિનદયાલ સસ્તા અનાજની દુકાનો પર ઓચીંતી તપાસ હાથ ધરવામા આવી હતી.જેમા શહેરા તાલુકાના અણિયાદ ગામે આવેલી એક દુકાન તેમજ વાઘજીપુર ગામે આવેલી બે દુકાન પર જીલ્લા પુરવઠા વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામા આવી હતી. જેમા ક્ષતિઓ બહાર આવતા આ દુકાનો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા આવી હોવાનુ પુરવઠા વિભાગ તરફથી જાણવા મળ્યુ છે. શહેરા તાલુકામા સસ્તા અનાજની દુકાનોના પગલે સસ્તા અનાજની દુકાનદારોમા પણ ફફડાટ મચી જવા પામ્યો છે.