35 C
Ahmedabad
Monday, May 20, 2024

ફાયર બ્રિગેડના 6 જવાનોને કેમિકલની અસર થતા હોસ્પિટલાઇઝડ : અસાલ GIDCમાં આગને જીવના જોખમે કાબુમાં લેવા પ્રયત્ન યથાવત


અરવલ્લી જીલ્લાના શામળાજી નજીક આવેલ અસાલ GIDCમાં બાયોમેડિકલ વેસ્ટનો નિકાલ કરતી ઈ-કોલાઈ નામની બંધ ફેકટરીમાં બે દિવસ અગાઉ મોડી રાત્રે અગમ્ય કારણોસર આગ લાગતા ફેકટરીમાં રહેલ કેમિકલના પગલે આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા ફાયર વિભાગે મેજર કોલ જાહેર કરતા દસથી વધુ ફાયર ફાયટર સાથે ફાયર જવાનો જીવના જોખમે આગ પર કાબુ મેળવવા પ્રયત્નશીલ બન્યા છે ફેકટરીમાં રહેલ ઝેરી કેમિકલની અસર 6 ફાયર બ્રિગેડ ટીમના જવાનોને થતા હિંમતનગર હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવાની ફરજ પડી છે. આગને કારણે કેમિકલના ધુમાડાને કારણે અસર થતાં સારવાર માટે હિંમતનગર લઇ જવાયા છે.

Advertisement

Advertisement

અસાલ જીઆઈડીસીમાં આવેલ ઈ-કોલાઈ નામની બંધ ફેકટરીમાં આગ લાગ્યા બાદ ફેકટરીમાં રહેલ કેમિકલને પગલે ભયાનક સ્થિતિ પેદા થઇ છે સમગ્ર વિસ્તારની હવામાં કેમિકલ પ્રસરી જતા લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી ફેકટરીમાં લાગેલ આગને કાબુમાં લેવા માટે લાખ્ખો લીટર પાણીનો જથ્થો વપરાઈ ચુક્યો છે આગ પર કાબુ લેવા માટે કામગીરીમાં જોતરાયેલ ત્રણ ફાયર કર્મીઓને ઝેરી કેમિકલની અસર થતા તાબડતોડ હિંમતનગર સારવાર અર્થે ખસેડાયા હતા ત્રણે કર્મીઓની હાલત સ્થિર હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી

Advertisement

અસાલ GIDCમાં ઈ-કોલાઈ વેસ્ટ નામની બંધ ફેકટરીમાં લાગેલ આગ અંગે વિસ્તૃત અહેવાલ વાંચો…!!
અરવલ્લી જીલ્લામાં મહેશ્વરી ક્રેકર્સની ભીષણ આગની ઘટનાના દ્રશ્યો હજુ લોકો સમક્ષ તાજા છે ત્યારે શામળાજી નજીક આવેલ અસાલ જીઆઈડીસીમાં બાયોમેડિકલ વેસ્ટનો નિકાલ કરતી ઈ-કોલાઈ વેસ્ટ નામની કંપનીમાં વહેલી સવારે ભીષણ આગ લાગતા જીઆઈડીસી તેમજ આજુબાજુના સમગ્ર વિસ્તારમાં ભારે ભયનો માહોલ સર્જાયો હતો કંપની છેલ્લા 4 મહિનાથી બંધ હોવાથી મોટી જાનહાની ટળી હતી અગમ્ય કારણોસર લાગેલ ભીષણ આગમાં 15થી વધુ વાહનો સહીત કંપની આગમાં ખાખ થઇ ગઈ હતી સ્થાનિક સરપંચે મોડાસા ફાયર બ્રિગેડને જાણ કરતા સ્થળ પર પહોંચી સ્થિતિ કાબુ બહાર જણાતા મેજર કોલ જાહેર કર્યો હતો સમગ્ર વિસ્તારમાં ભારે અફડાતફડી મચી હતી

Advertisement

અમદાવાદ-ઉદેપુર ને.હા.નં-8 પર શામળાજી નજીક આવેલ અસાલ જીઆઈડીસીમાં બાયો મેડિકલ વેસ્ટનો નાશ કરતી ઈ-કોલાઈ કંપનીમાં વહેલી સવારે અગમ્ય કારણોસર આગ લાગ્યા બાદ કંપનીમાં અને બહાર પાર્ક કરેલ કેમિકલ ભરેલ ટેન્કરો આગની ઝપેટમાં આવી જતા ગણતરીની મિનિટ્સમાં આગે ભયાવહ સ્વરૂપ ધારણ કરતા લબકારા મારતી આગ અને ધુમાડાના ગોટેગોટા 5 કિલોમીટર વિસ્તાર સુધી જોવા મળતા ગ્રામ્ય વિસ્તારોમાં ફફડાટ ફેલાયો હતો સ્થાનિક લોકો સ્થળ પર દોડી આવ્યા હતા મોડાસા ફાયર બ્રિગેડને જાણ કરતા તાબડતોડ સ્થળ પર પહોંચી આગ ઓલવવાનો પ્રયત્ન કરવાની સાથે ભીષણ આગ વધુ પ્રસરે તે પહેલા ફાયર બ્રિગેડની ટીમે મેજર કોલ જાહેર કરતા હિંમતનગર, મહેસાણા,ઇડર , ગાંધીનગરની ટિમો ફાયર ફાયટર સાથે પહોંચી હતી 10 થી વધુ ફાયર ફાયટરની ગાડીઓના સાયરનથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો પાણીના અભાવે ફાયર ટીમે ભારે જહેમત ઉઠાવી આગ પર કાબુ મેળવવવાનો પ્રયત્ન કર્યો હતો સદનસીબે કંપની બંધ હોવાથી મોટી જાનહાની ટળી હતી કંપનીમાં વોચમેન તરીકે ફરજ બજાવતા કર્મી સમય સુચકતા વાપરી બહાર દોડી આવતા આબાદ બચાવ થયો હતો

Advertisement

અસાલ જીઆઈડીસીમાં આવેલ ઈ-કોલાઈ બાયો વેસ્ટ નામની કંપનીમાં ભીષણ આગ લાગતા વાહનો સહીત કંપની આગમાં ખાખ થતા કરોડો રૂપિયાનું નુકશાન થયું હોવાનો પ્રાથમિક અંદાજ છે આગ લાગવાનું રહસ્ય અકબંધ રહ્યું છે કંપની પરિસરમાં પડેલ 15 જેટલા ટેન્કર અને ટ્રક સહીત અન્ય વાહનો રાખ બની ગયા હતા ફાયર બ્રિગેડની ભારે જહેમતના પગલે આગ પ્રસરતા અટકતા અન્ય કંપીનીના સંચાલકોએ હાશકારો અનુભવ્યો હતો

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!