અરવલ્લી જીલ્લામાં વાહનચાલકો ટ્રાફિકના નિયમનો ઉલાળીયો કરી બેફામ ગતિએ વાહન હંકારી ગમખ્વાર અકસ્માત સર્જી નિર્દોષ વાહન ચાલકોને મોતને ઘાટ ઉતારી રહ્યા છે મોડાસાના કોલીખડ ગામ નજીક ઇકો કારને અજાણ્યા વાહને અડફેટે લઇ ફરાર થઇ જતા ગમખ્વાર અકસ્માતની ઘટનામાં આનંદપુરા કંપાના આશાસ્પદ ઇકો કાર ચાલક યુવક કારમાં ચગદાઈ જતા મોત નિપજતા ભારે ચકચાર મચી હતી મૃતકની લાશને ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ બહાર કાઢી હતી ઘટનાસ્થળ મૃતક યુવકના પરિવારજનો તેમજ મોટી સંખ્યામાં આનંદપુરા કંપાના ગ્રામજનો પહોંચ્યા હતા દિવાળી પર્વમાં કચ્છી પાટીદાર યુવકના મોતને પગલે ભારે શોકની લાગણી છવાઈ હતી
પ્રાપ્ત માહિતી અનુસાર,મોડાસા નજીક આનંદપુરા કંપામાં રહેતા આરઆરએસ અગ્રણી મોહનભાઇ પટેલના પુત્ર રોહિતભાઈ પટેલ ગાંધીનગર કામકાજ અર્થે ઇકો કાર લઈને ગયા હતા રાત્રે પરત ફરતા સમયે કોલીખડ ગામ નજીક ઇકો કારને અજાણ્યા વાહને ધડાકાભેર ટક્કર મારી વાહન ચાલક વાહન લઇ ફરાર થઇ ગયો હતો અજાણ્યા વાહનની અડફેટે ઇકો કારનો આગળના ભાગનો કડૂચાલો નીકળી જતા કાર ચાલક રોહિતભાઈ ઇકો કારમાંજ મોત નિપજતા અન્ય વાહનચાલકોએ પરિવારને જાણ કરતા પરિવારજનો સ્થળ પર પહોંચ્યા હતા મૃતક યુવકની લાશમાં ફસાઈ જતા ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ લાશને બહાર કાઢી હતી અકસ્માત સ્થળે પહોંચેલી પોલીસે મૃતકની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી આનંદપુરા કંપાના આશાસ્પદ યુવકના મોતને પગલે પરિવારમાં માતમ છવાયો હતો મોડાસા શહેરમાં ભારે શોકની લાગણી છવાઈ હતી