અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેર નગરપાલિકા દ્વારા અનોખી પહેલ કરી છે નગરપાલિકા પ્રમુખ અને તેમની ટીમે મોડાસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખો માટે સ્નેહ મિલન સમારંભ પાલિકામાં યોજવામાં આવ્યો હતો અને ભૂતપૂર્વ પ્રમુખો સાથે નગરના ઝડપી વિકાસ માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી મોડાસા નગર પાલિકાના યુવા પ્રમુખ નીરજ શેઠ અને ચીફ ઓફિસરની પહેલને પૂર્વ પ્રમુખોએ આવકારી હતી
મોડાસા નગર પાલિકા પ્રમુખ નીરજ શેઠ અને ચીફ ઓફિસર સંજય પંડ્યા દ્વારા મોડાસા નગરપાલિકાના ભુતપૂર્વ પ્રમુખોનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતા જેમાં પૂર્વ પ્રમુખો દ્વારા નગરના વિકાસના કામો માટે જરૂરી સૂચનો તેમજ આનંદ વ્યકત કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ઉપપ્રમુખ રોહિતભાઇ પટેલ, ચેરમેન કારોબારી સમિતિ અતુલભાઇ જોષી,શાસકપક્ષના નેતા હરેશભાઇ ભોઇ,પૂર્વ ઉપપ્રમુખ આર.સી.મહેતા, સદસ્યો તથા મોડાસા શહેર મહામંત્રી તારકભાઈ પટેલ આ સ્નેહમિલન કાર્યક્રમમાં જોડાયા હતા આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન નગરપાલિકા કર્મી શકીલભાઇ અને અવિનાશભાઇ દ્વારા કરવામાં આવ્યું. હતું નગરપાલિકા નિરજ શેઠ દ્વારા સૌ હાજર રહેલ પૂર્વ પ્રમુખો પ્રત્યે આભારની લાગણી તેમજ આનંદ વ્યકત કર્યો હતો અને સૌ ભૂતપૂર્વ પ્રમુખોને નગરના વિકાસને વેગવંતો કરવા સહકારની માંગ કરી હતી
ભૂતપૂર્વ પ્રમુખો માટે યોજેલ સ્નેહમિલન સમારંભના નવતર પ્રયોગને આવકાર્યો હતો અને સ્નેહમિલન ખૂબજ આનંદ વિભોર થયા હતા
અરવલ્લી : મોડાસા નગરપાલિકા પ્રમુખે ભૂતપૂર્વ નગરપાલિકા પ્રમુખોનો સ્નેહમિલન યોજી કહ્યું આવો સૌ સાથે મળી શહેરનો વિકાસ કરીએ
Advertisement
Advertisement