આજરોજ કરુણા અભિયાન અંતર્ગત પક્ષી બચાવો જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું .સામાજિક વનીકરણ વિસ્તરણ રેન્જ વિજયનગર અને નોર્મલ રેન્જ વિજયનગરના સંયુક્ત ઉપક્રમે સ્વામિ વિવેકાનંદ વિધાલયના છાત્રો દ્વારા વિજયનગર ટાઉનમાં આ રેલી યોજાઈ હતી.
ચાઈનીઝ તુક્કલનો ઉપયોગ કરવો નહીં,સવારે વહેલા 7 થી 9 અને સાંજના 5 થી 7 પતંગ ચગાવવા નહીં એ અંગે જાગૃતિ માટે યોજાયેલી આ રેલી સ્વામિ વિવેકાનંદ વિદ્યાલયથી બસ સ્ટેન્ડ, રામજી મંદિર થઈને , વાગડીયા વડલા થઈને બજારમાં ફરી મૂળ સ્થાને પરત ફળી હતી, રેલીમાં વન અધિકારી આર એફ ઓ, સંજયભાઈ એલ ખરાડી સ્ટાફ પી. પી.ઝાલા, રાકેશ ડામોર, મહેશ ડામોર અને એ. કે.નીનામા દ્વારા રેલી દરમિયાન પક્ષી બચાવવા માટે ખાસ તકેદારી રાખવા લોકોને અને પતંગ રસિયાઓમાં જાગૃતિ લાવવામાં આવી હતી. આ રેલી પ્રસ્થાન પ્રસંગે વિદ્યાલયના આચાર્ય અને સ્ટાફની ઉપસ્થિતિ રહી હતી,
વિજયનગરમાં કરુણા અભિયાન અંતર્ગત પક્ષી બચાવો જાગૃતિ રેલી યોજાઈ
Advertisement
Advertisement