કહેવાય છે કે, જો માણસને ભગવાન પર શ્રદ્ધા અને વિશ્ર્વાસ હોય તો આ કળિયુગમાં પણ કામ થાય છે
બાયડ તાલુકાના જીતપુર ગામે ડિસેમ્બર 2019 માં રાત્રિના સમયે ઓડ જયંતીભાઈ બાબરભાઈના ઘર આગળ બાંધેલા બે બળદ કોઈ અજાણ્યા ઈસમો ચોરી ગયા હતા જે અંગે જે તે સમયે આંબલીયારા પોલીસ મથકે બળદ ચોરીની ફરિયાદ પણ નોંધાઈ હતી
પરંતુ કહેવાય છે ને કે શ્રદ્ધા હોય તો પથ્થરમાં પણ દેવના દર્શન થાય છે….!!!
જેના બળદ ચોરાયા હતા એ ઓડ જયંતીભાઈ બાબરભાઈએ મસાણી મેલડી માતાજીના પરમ ભક્ત હતા તેમણે મારા ચોરાયેલા બળદ માતાજી તમારે પરત લાવવાના છે એવી આકરી માનતા રાખી હતી….!!!
આખરે જયંતીભાઈ ઓડની અતૂટ શ્રદ્ધાનો પરચો તેમને મળ્યો પાંચ વર્ષના લાંબાગાળા પછી જયંતીભાઈ ને સમાચાર મળ્યા કે તેમના બળદ સૌરાષ્ટ્રના રાજકોટ શહેરથી દૂર ભાણવડ નજીક ત્રણ પાટીયા નામની જગ્યાએ બાંધેલો છે….!!!
જેથી જયંતીભાઈએ આંબલિયારા પોલીસ મથકનો સંપર્ક કરતા આંબલિયારા પોલીસે ભાણવડ પોલીસ મથકનો સંપર્ક કરી જે તે વિસ્તારના બીટ જમાદારને સાથે રાખી તે વિસ્તારમાં પશુહિત કલ્યાણકારી વહીવટ કરતા લાલાભાઇનો સંપર્ક કરી બળદ માલિકને પરત અપાવવા આંબલીયારા પોલીસે સંપર્ક સ્થાપી આપતાં જયંતીભાઈ તે બળદને લેવા રાજકોટ શહેરથી 180 કી.મી દૂર ભાણવડ જોડે આવેલા ત્રણ પાટીયા સ્થળ ઉપર પહોંચી ખુલ્લી જગ્યાએ ગાયો સાથે બેસેલ બળદ પરત મળી આવતાં જયંતીભાઈ તે બળદને લઈ જીતપુર ગામે આવી પહોંચ્યા હતા
જયંતીભાઈ એ બળદ ચોરાતાં રાખેલી માનતા તેમના મસાણી મેલડી માતાજીની અતૂટ વિશ્વાસ અને શ્રદ્ધા સાથેની ટેક ફળીભૂત થતાં બળદનું કંકુ, ચોખા અને ફૂલોથી વધામણાં કરી ડીજે સાઉન્ડ સાથે વરઘોડો કાઢી મસાણી મેલડી માતાજીના મંદિરે બળદ સાથે વાજતે ગાજતે પહોંચી માતાજીની માનતા પૂરી કરી માતાજીનો પ્રસાદ સૌ ગ્રામજનોમાં વહેંચી માનતા પૂરી કરી હતી.