અરવલ્લી જીલ્લામાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી આરોગ્ય લક્ષી સેવાકીય કાર્યોમાં હંમેશા અગ્રેસર રહે છે મોડાસા શહેરમાં રાહતદરે લેબોરેટરી,મેડિકલ સ્ટોર્સ પછી નવીન ડેન્ટલ ક્લિનિકનો રૂ. 15 લાખના દાતાશ્રી મહેશભાઈ અમીચંદભાઈ પટેલના વરદ હસ્તે ઉદ્ઘાટન સમારંભ યોજાયો હતો જેમાં ઇન્ડિયન મેડિકલ એસોશિએશન રાષ્ટ્રીય મંત્રી ર્ડો. અનિલ જે. નાયકના અધ્યક્ષ સ્થાને રેડક્રોસ મોડાસાનો ડેન્ટલ ક્લિનિક ઉદ્ઘાટન સમારંભ યોજાયો હતો
ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અરવલ્લી જિલ્લા શાખા મોડાસા દ્ધારા રાહતદરની લેબોરેટરી, ફર્સ્ટ એઇડ તાલીમ, ડિઝાસ્ટર મેનેજમેંટ, JRC/YRC વિવિધ પ્રવૃત્તિઓ ઉપરાંત સેવાઓનો વેગ વધારતા રાહતદરનું નવીન ડેન્ટલ ક્લિનિકની શરૂઆત કરવામાં આવી છે જીલ્લાના લોકોને રાહતદરે દાંતને લગતી સારવાર મળી રહે તે માટે પ્રયત્નો હાથધર્યા હતા ડેન્ટલ ક્લિનિક માટે 15 લાખથી વધુનો ખર્ચ થતો હોવા અંગે જીલ્લા સહકારી અગ્રણી અને ભામાશા તરીકે જાણીતા મહેશભાઈ અમીચંદભાઈ પટેલને ધ્યાન દોરવામાં આવતા તેમના અમીધારા ટ્રસ્ટ- ફતેપુર, હિંમતનગર તરફથી રૂ. 15 લાખનું માતબર દાન કરતા રેડ ક્રોસ સોસાયટી દ્વારા ડેન્ટલ ક્લિનિકનું નિર્માણ કરવામાં આવ્યું હતું મંગળવારે ડેન્ટલ ક્લિનિકનું ઉદ્ઘાટન મહેશભાઈ અમીચંદભાઈ પટેલના હસ્તે કરી જાહેર જનતાની સેવામાં ખુલ્લુ મુક્યું હતું.
આ પ્રસંગે સમારંભના અધ્યક્ષ ર્ડો.અનિલ જે. નાયક (રેડક્રોસ – ઝોનલ કો.ઓર્ડિનેટર),સંજયભાઈ શાહ (ટ્રેઝરર રેડક્રોસ -સ્ટેટ બ્રાન્ચ), ભુપેન્દ્રભાઈ શાહ (રેડક્રોસ હિંમતનગર), જીલુભા ધાંધલ (રેડક્રોસ ગાંધીનગર),કનુભાઈ પટેલ (પ્રમુખ- ચેમ્બર ઓફ કોમર્સ),ર્ડો. વસીમ સુથાર(BDS),ર્ડો.હરિભાઈ પટેલ(BDS),ર્ડો.
એમ.એમ.ચાંદનીવાલા(M.D), રાજેન્દ્રભાઈ પટેલ (APMC ચેરમેન), વિમલભાઈ પટેલ (ચેરમેન-સહકારી જીન), પંકજભાઈ પટેલ (ચેરમેન- તાલુકા ખરીદ વેચાણ સંઘ) વગેરે મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા અને રેડક્રોસની પ્રવૃત્તિ બિરદાવી હતી. રેડક્રોસ સોસાયટી મોડાસા દ્ધારા તમામ મહેમાનોનું ફુલછડી, શાલ અને મોમેન્ટોથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ચેરમેન ભરતભાઈ પરમારે આવેલ તમામ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી પરિચય આપ્યો હતો. દાતા મહેશભાઈ પટેલે વક્તવ્ય આપતા રેડક્રોસની સેવાઓ બિરદાવી હતી અને ટૂંકા ગાળામાં બ્લડ બેંક શરૂ થાય તે માટે બનતા તમામ પ્રયત્નો કરવા જણાવ્યુ હતું. ઉપરાંત ઉપસ્થિત મહેમાનોને પણ રેડક્રોસ બ્લડ બેંક માટે જમીન ફાળવવા ભલામણ કરી હતી. સમારંભના અધ્યક્ષ ડો.અનિલ જે. નાયકએ રેડક્રોસનો ઇતિહાસ વર્ણવ્યો હતો તથા નગરજનો સમક્ષ દાનની અપીલ કરી હતી. આ પ્રસંગે રેડક્રોસ સોસાયટી મોડાસાના સેક્રેટરી રાકેશભાઈ જોષી, ટ્રેઝરર વિઠ્ઠલભાઈ પટેલ, કારોબારી સભ્ય અરવિંદભાઈ શ્રીમાળી, જીતેન્દ્રભાઈ અમીન, મુકેશભાઈ પટેલ, કે.કે.શાહ,વનિતાબેન પટેલ, કનુભાઈ પટેલ, તાલુકા શાખાના હોદ્દેદારો, વિવિધ સંસ્થાઓના અગ્રણી, રેડક્રોસ સદસ્યો , નગરજનો અને સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા. સેક્રેટરી રાકેશભાઈ જોષીએ આભાર વિધિ કરી હતી. અંતે રાષ્ટ્રગીત બાદ કાર્યક્રમ પૂર્ણ જાહેર કરાયો હતો.