અરવલ્લી જીલ્લામાં આંગણવાડી કાર્યકર અને તેડાગર માટે ભરતી પ્રક્રિયા હાથધરવામાં આવી છે સમગ્ર ભરતી પ્રક્રિયા સામે વારંવાર ભ્રષ્ટાચારના આક્ષેપ થઇ રહ્યા છે વાંધા અરજીમાં પણ આઈસીડીએસ અધિકારીએ અરજદારોને સાંભળવા બોલાવી તેમની રજુઆત સાંભળવામાં ન આવતા હોબાળો મચાવ્યો હતો ત્યારે મેઘરજ તાલુકાના કાલીયાકુવા-2 આંગણવાડી કાર્યકરની ભરતીમાં ઉમેદવારી કરનાર મહિલાએ મેરીટમાં બીજા નંબરે રહેલ ઉમેદવાર કરનાર મહિલા પરણિત હોવાની સાથે અન્ય ગામની હોવા છતાં અપરણિત દર્શાવ્યું છે તેમજ તેને એસ.સી અને એસ.ટી અનામત બેઠક પર ઉમેદવારી નોંધાવી હોવાની જાણ સંબંધિત અધિકારીઓને કરવા છતાં આંખ આડે કાન કર્યા હોવાનો આક્ષેપ કર્યો છે
અરવલ્લી જિલ્લાના ICDS વિભાગમાં ચાલી રહેલ આગણવાડી ભરતી પ્રક્રિયામાં,અરજદારો એક પછી એક ગેરરીતીના આક્ષેપ કરી રહ્યા છે,અનેક વાર અરજદારોએ અને વિપક્ષ આગેવાનોએ રજુઆત કરી હોવા છતાં,ભ્રષ્ટાચારી અધિકારીઓ ના પેટનું પાણી હલતું નથી,ત્યારે મેઘરજના કાલીયાકુવા-૨ આંગણવાડી કેન્દ્રની ભરતીમાં એક નહી પણ બે ગેરરીતી સામે આવી છે,એક ઉમેદવારે પરણીત હોવા છતા અરજીમાં અપરિણીત દર્શાવ્યુ છે,તો બીજી ઉમેદવારે એકજ નામના બે અલગ અલગ જ્ઞાતિ દર્શાવી ફોર્મ ભર્યા હોવાના આક્ષેપો ઉઠવા પામ્યા છે,જેમાં તંત્ર ની સ્પષ્ટ લાલીયાવાડી અને ભ્રષ્ટાચાર નો પુરાવો આપે છે,જિલ્લા ICDS એ પહેલા બહાર પાડેલ મેરીટ યાદીમાં એસ સી પાસ થયુ છે જ્યારે બીજી યાદીમાં એસટી પાસ થયું છે,અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર સામે સતત ઉઠતા ભ્રસ્ટાચારના આક્ષેપો છતાં કેમ નક્કર પગલાં લેવામાં આવતા નથી,કેમ જિલ્લા કલેકટર,DDO અને પ્રોગ્રામ ઓફિસર લાચાર છે,અરજદારોની વાત કેમ ગળે ઉતરતી નથી તે એક સવાલ છે…??