33 C
Gujarat
Wednesday, July 15, 2026
Home ગુજરાત ભિલોડા આર.જે.તન્ના પ્રેરણા મંદિર વિદ્યાલય નું ગૌરવ

ભિલોડા આર.જે.તન્ના પ્રેરણા મંદિર વિદ્યાલય નું ગૌરવ

0
138

ભિલોડા,તા.૧૭

ભિલોડા આર.જે.તન્ના પ્રેરણા મંદિર વિદ્યાલય નું ગૌરવ વિદ્યાર્થીઓએ વધારતા આનંદની લાગણી પ્રસરી છે.ખેલાડીઓ દર વર્ષે નેશનલ કક્ષાએ રમવા જાય છે.બે વિદ્યાર્થીનીઓ અને બે વિદ્યાર્થીઓ કુલ ૪ ખેલાડીઓ નેટબોલ સ્પર્ઘામાં દિલ્લી રમવા માટે ગયા હતા.રાજય અને દેશ લેવલે નેટબોલ, હેન્ડ બોલ સહિત અન્ય રમતોમાં રમવા દર વર્ષે જાય છે.ટુંકજ સમયમાં બે ખેલાડીઓ હરિયાણા ખાતે રમવા જશે, રમત-ગમતમાં ઉત્સાહી તમામ ખેલાડીઓને આચાર્ય રમણભાઈ પટેલએ બિરદાવ્યા હતા.આજે ૨૧મી સદીના હાઈટેક યુગમાં દિકરીઓ પણ રમત-ગમત ક્ષેત્રમાં ભાગ લઈ નામ રોશન કરેલ છે.શાળા સંચાલક મંડળ ધ્વારા અપાતી સગવડોનો સદ્ઉપયોગ કરી તેઓનું પોતાનું જીવન સુખમય બને, શાળા, ગામ સહિત માતા-પિતા નું નામ રોશન થાય તેવા ભગીરથ પ્રયાસો કરવા જોઈએ, ખેલાડીઓને હંમેશા લાગણીસભર માર્ગદર્શન આપનાર શાળાના સુપરવાઈઝર પી.આર.પટેલ, દિનેશભાઈ ચૌધરી, ચેતનાબેન પટેલ, બંને કોચ સહિત સમગ્ર સ્ટાફ પરિવારે ઉત્સાહી ખેલાડીઓને બિરદાવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!