અરવલ્લી જિલ્લાના સંકલિત બાળ વિકાસ યોજના વિભાગમાં આંગણવાડી કાર્યકરની ભરતી બાબતે સતત ખોટું થયાના આક્ષેપો દિન પ્રતિદિન વધી રહ્યા છે.
ધનસુરા તાલુકાની હિન્દુપુરા-૨ આંગણવાડી કાર્યકરની ભરતીમાં રહેઠાણના દાખલા સ્થાનિક તંત્ર દ્વારા ખોટા અપાયાના આક્ષેપો થઈ રહ્યા છે ભરતી કરેલ ઉમેદવાર લીંભોઈ તા. મોડાસા પરિણીત હોવા છતાં અને ઉમેદવારનું નામ લીંભોઈ ખાતેના રેશનકાર્ડમાં ચાલતું હોવા છતાં સ્થાનિક તંત્ર દ્વારા શીકા ગામના રહેવાસી હોવાનું પ્રમાણપત્ર અપાતાં હિન્દુપુરા – 2 ઓગણવાડીમાં કાર્યકરની ખોટા દાખલાના આધારે ભરતી થઈ હોવાના અરજદારે ખુલ્લેઆમ આક્ષેપો કરી પ્રાંત અધિકારી બાયડને સંબોધીને કરેલી અરજીમાં ભરતી કરેલ ઉમેદવાર ધનસુરા તાલુકાના રહેવાસી ના હોવાના અને લીંભોઈ તા. મોડાસામાં પરિણીત હોવાના તમામ સાધનિક પુરાવા સાથે અરજી કરેલ છે
ખોટી ભરતી થયાના આક્ષેપો સાથે અરજદારે આ અરજી લાગતા વળગતા તમામ ઉચ્ચ અધિકારીઓને મોકલી આપેલ છે
જગદીશ પ્રજાપતિ
અરવલ્લી