ગુજરાત રાજ્યની મહાત્મા ફૂલે બેસ્ટ પત્રકાર એવોર્ડ પસંદગી સમિતિમાં અરવલ્લી જીલ્લાના બાયડ તાલુકામાં આવેલા ઇન્દ્રાણના વતની અને વ્યવસાયે શિક્ષક એવા કેવલભાઈ વણકરની રાજ્ય સરકારે ત્રણ વર્ષ માટે નિમણુંક કરતા ચોમેરથી આવકાર મળી રહ્યો છે.
બાયડ તાલુકાના ઇન્દ્રાણ ગામના વતની અને વ્યવસાયે શિક્ષક એવા કેવલભાઈ વણકરે ઉચ્ચ અભ્યાસની સાથે શ્રેષ્ઠ શિક્ષક, કવિ અને લેખક તરીકે સારી નામના મેળવી છે. તેમની સારા વક્તા તરીકેની નોંધ રાજ્ય સરકારે લઈ કેવલભાઈ વણકરને મહાત્મા ફૂલે બેસ્ટ પત્રકાર એવોર્ડ પસંદગી સમિતિમાં ત્રણ વર્ષ માટે નિમણૂક કરવામાં આવતાં કેવલભાઈના મિત્ર વર્તુળ, ભાજપાના કાર્યકર્તાઓ અને સામાજિક આગેવાનોએ કેવલભાઈની નિમણૂકને આવકારી અભિનંદન પાઠવ્યા હતા.
કેવલભાઈ વણકર હાલ સાબરકાંઠા જિલ્લા ભાજપામાં અનુસૂચિત જાતિ મોરચાના પ્રભારી અને ગુજરાત પ્રદેશ ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના કારોબારી સદસ્ય તરીકે તેમની સેવાઓ આપી રહ્યા છે.