શ્રી મ. લા. ગાંધી ઉ કે મંડળ સંચાલિત શ્રી એન એસ પટેલ લો કોલેજ મોડાસા ખાતે યુનિવર્સિટી કક્ષાની મૂટ કોર્ટ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં મુખ્ય મહેમાન તરીકે અરવલ્લી જિલ્લા ના પ્રિન્સિપાલ ફેમિલી જજ એમ. એસ. સોની, સમારંભ ના અધ્યક્ષ તરીકે મંડળના પ્રમુખ એન આર મોદી સાહેબ, અતિથિ વિશેષ તરીકે મંડળ ઉપપ્રમુખ મહેન્દ્રભાઈ વી. શાહ સાહેબ, પ્રિં.ડો રાજેશ વ્યાસ, લો ફેકલ્ટી ના ડિન ડૉ અશોક શ્રોફ, ભૂ.પૂ. વિદ્યાર્થી મંડળના ખજાનચી અને એડવોકેટ ભરતભાઈ કોઠારી ઉપસ્થિત રહ્યા હતા. આ સ્પર્ધામાં ઉત્તર ગુજરાત યુનિ. વિવિધ લો કોલેજો એ ભાગ લીધો હતો જેમા લો કોલેજ મોડાસાના વિદ્યાર્થીઓએ પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો. આ કાર્યક્રમ નું સફળ સંચાલન ડૉ અશોક શ્રોફ, ડો અલ્પાબેન, ડો સોનીયાબેન, ડો અનિલ ખોખર દ્વારા કરવામાં આવેલ હતું.