મોડાસા શહેરની તત્વ ઇજનેરી કોલેજ રોડ સેફ્ટી અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંતર્ગત સેમીનારનું ડિઝાસ્ટર બ્રાન્ચ, અરવલ્લી કલેકટર ઓફિસ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર કાર્યક્રમમાં ઈજનેરીની વિવિધ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ હાજર રહી રોડ સેફ્ટી અને ભવિષ્ય માં આવનાર કુદરતી તથા કુત્રિમ આપત્તિ ઓ ની જાણકારી મેળવી સાવધાની રાખવા ના પગલાં અંગે ચર્ચા કરવામાં આવી હતસંસ્થાના કેમ્પસ ડાયરેક્ટર પ્રો. જે. આર. પુવાર તથા આચાર્ય પ્રો. એચ. પી. ચૌહાણે હાજર રહી રોડ પર દ્વીચક્રી વાહન ચલાવતી વખતે ફરજિયાત હેલ્મેટ તથા સીટ બેલ્ટ પહેરવાની હાકલ કરી હતી.
કાર્યક્રમનું સંચાલન પ્રો. પ્રતિક ચૌહાણ તથા પ્રો. જીમિત શાહ દ્વારા કરવામાં આવ્યું હતું.





