33.5 C
Gujarat
Wednesday, August 26, 2026
Home ક્રાઇમ અરવલ્લી : શામળાજી પોલીસનો સપાટો, બે હાઇસ્પીડ બાઇક સહિત ત્રણ બાઇક પરથી...

અરવલ્લી : શામળાજી પોલીસનો સપાટો, બે હાઇસ્પીડ બાઇક સહિત ત્રણ બાઇક પરથી 324 બોટલ દારૂ સાથે 1 બુટલેગરને ઝડપ્યો

0

અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલે દેશી-વિદેશી દારૂના વેપલા અને હેરાફેરીને અટકાવવા શખ્ત કાર્યવાહીના આદેશના પગલે પોલીસતંત્ર દોડાદોડી કરી રહ્યું છે શામળાજી પોલીસે આંતરરાજ્ય સરહદ પરથી ગુજરાતમાં વિદેશી દારૂ ઠાલવવા પ્રયત્નશીલ બુટલેગરોના નિતનવા નુસ્ખાને નિષ્ફળ બનાવતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે પાલ્લા ઓડ ગામ નજીક બે પલ્સર બાઈક અને સ્પેન્ડર બાઈક પર દારૂની ખેપ નિષ્ફળ બનાવી 45 હજારનો દારૂ જપ્ત કરી એક બૂટલેગરને દબોચી લઇ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

શામળાજી પીએસઆઇ એસ.કે.દેસાઈ અને વી.ડી.વાઘેલાએ તેમની ટીમ સાથે રતનપુર ચેકપોસ્ટ સહિત અંતરિયાળ વિસ્તારમાં રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલીંગ હાથધરી 24 કલાકમાં ત્રણ બાઇક પર વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કરી ત્રણ બાઇક પરથી 45 હજારની વિદેશી દારૂની બોટલ-બિયર ટીન- 324 મળી કુલ રૂ.1.35 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી સ્પ્લેન્ડર બાઇક પર દારૂની ખેપ મારનાર અનિલ કિરીટ પાંડોર (રહે,ધૂળેટા-ભિલોડા)ને દબોચી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દઈ ફરાર પલ્સર બાઇક ચાલક બંને બુટલેગરો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!